વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને લઈને મોટો નિર્ણય, કેટલા દર્શકોને અપાશે મેદાન પર એન્ટ્રી ? જાણો 

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


નવી દિલ્હી:  કોરોના મહામારી વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ (INDvsNZ) વચ્ચે 18થી 22 જૂન વચ્ચે સાઉથમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(World Test Championship)નો ફાઈનલ મુકાબલો રમાવાનો છે. ત્યારે આ મેચ પહેલા દર્શકોને એન્ટ્રીને લઈ મોટો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જોવા માટે 4 હજાર દર્શકોને મેદાનમાં જવા માટે મંજૂરી આપવામાં આવી છે. 

હેમ્પશર કાઉન્ટી ક્લબના પ્રમુખ રૉડ બ્રાન્સગ્રોવએ આ જાણકારી આપી હતી. બ્રિટનમાં કોરોના મહામારીની સ્થિતિ સુધર્યા બાદ લગભગ 1500 લોકોને લીસેસ્ટરશર અને હેમ્પશર વચ્ચેની કાઉન્ટી મેચ જોવાની મંજૂરી આપવામાં આવી હતી.

રૉડે કહ્યું કે, અમે આજથી ચાર દિવસીય કાઉન્ટી મેચનું આયોજન કરી રહ્યાં છીએ અને સપ્ટેમ્બર 2019 બાદ પહેલી વાર દર્શકોને ઇંગ્લેન્ડમાં કાઉન્ટી મેચ જોવાની મંજૂરી મળી છે.  બાકીની કાઉન્ટી મેચ આવતીકાલથી શરૂ થશે અને દર્શકો પણ હશે.

તેમણે કહ્યું કે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ  ફાઈનલમાં 4000 દર્શકોને મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે,  તેમાંથી 50 ટકા આઈસીસીના પ્રાયોજકો અને અન્ય હોદ્દેદારોનો હશે. અમે બે હજાર ટિકિટ વેચીશું. દર્શકો તરફથી બે ગણી વધારે અરજીઓ મળી ચૂકી છે.

હાલમાં ટીમ ઈન્ડિયા (Team India) મુંબઇમાં ક્વોરન્ટાઇન છે અને 2 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. વિરાટ કોહલીની ટીમે 10 દિવસ માટે સાઉથમ્પટનમાં ક્વોરન્ટાઈન રહેવું પડશે. રોડે કહ્યું કે, અમે ભારતીય ટીમની રાહ જોઇ રહ્યા છીએ. અમે તેમને હોસ્ટ કરવા માટે તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડે ફાઈનલ પહેલા ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે.

 Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •