હાર્દિકે નતાશા સાથે અને કૃણાલે પંખુડી સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, પંડ્યા બ્રધર્સનો જોરદાર ડાન્સ કરતો વીડિયો વાયરલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) 2021ની શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે સુધી 11 મેચો રમાઇ ચૂકી છે, અને લગભગ દરેક મેચમાં જોરદાર રોમાંચ જોવા મળ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) ત્રણ મેચોમાંથી બે મેચોમાં જીત સાથે પૉઇન્ટ ટેબલમાં (IPL Point Table) ત્રીજા નંબર પર છે. મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર (Star Allrounder) ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યાની (Krunal Pandya) પત્ની આઇપીએલ (IPL) દરમિયાન સાથે છે. 

આઇપીએલ (IPL 2021) દરમિયાન શાનદાર રમત જોવાની સાથે સાથે આ બન્ને ખેલાડીઓ પોતાના પરિવારની સાથે જબરદસ્ત મસ્તી પણ કરી રહ્યાં છે. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટાનકૉવિક (Natasa Stankovic) હંમેશા સોશ્યલ મીડિયા પર મજેદાર વીડિયો શેર કરતા રહે છે. 

આઇપીએલનુ આયોજન કોરોના વાયરસના કારણે બાયૉ બબલમાં થઇ રહ્યું છે. આવામાં ઘણાબધા ખેલાડીઓ બાયૉ બબલમાં પોતાના પરિવારને સાથે લઇને આવ્યા છે. આ ખેલાડીઓ મેચ પ્રેક્ટિસ બાદ ખાલી સમયમાં પરિવાર સાથે સમય વિતાવે છે. આ કડીમાં હાર્દિક પંડ્યાએ એક વીડિયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો હાર્દિક પંડ્યા, તેની પત્ની નાતાશા સ્ટાનકૉવિક (Natasa Stankovic), કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી શર્મા (Pankhuri Sharma) જસ્ટિન બીબરના એક ગીત પર ડાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. 

વળી, નતાશા સ્ટાનકૉવિકે આ ડાન્સની એક તસવીર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, અને કેપ્શન આપ્યુ છે- ધ પંડ્યા સ્વેગ… આ વીડિયોમાં પંડ્યા બ્રધર્સ, નતાશા અને પંખુડી બધા એક જેવા ડ્રેસમાં દેખાઇ રહ્યાં છે. ચારેયની ટી-શર્ટ પર સ્માઇલી બનાવેલી છે, અને ચારેય એક જેવો ડાન્સ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક અને કૃણાલ પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલમાં રમી રહ્યાં છે, મુંબઇએ એક હાર બાદ હૈદરાબાદ અને કોલકત્તાને હરાવીને જીત નોંધાવી હતી.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •