Asian Boxing Championship:  મેરીકોમે જીત્યો સિલ્વર, ફાઈનલમાં કઝાકિસ્તાનની નાઝિમ કિઝાઈબે સામે હાર

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  



<p>દુબઈમાં રમાઈ રહેલી એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વિશ્વ ચેમ્પિયન મેરી કોમની હાર થઈ છે. મેરી કોમની ફાઈનલમાં કઝાકિસ્તાનની નાઝિમ કિઝાઈબે સામે 2-3થી હાર થઈ છે.&nbsp;</p>
<p>[tw]https://twitter.com/ANI/status/1399016277432168450[/tw]</p>
<p>મેરીકોમને આ મુકાબલામાં 2-3થી હારનો સામનો કરવો પડ્યો. &nbsp;જોકે, તેણે ટૂર્નામેન્ટનો પોતાનો સાતમો મેડલ મેળવ્યો હતો. આ દિગ્ગજ ખેલાનડીએ એશિયાઈ ચેમ્પિયનશિપમાં પોતાના પ્રથમ મેડલ 2003 માં જીત્યો હતો. &nbsp;38 વર્ષીય ભારતીય બોક્સર પહેલા રાઉન્ડમાં તેની શરૂઆત શરૂઆત કરી, તેનાથી 11 વર્ષ નાના એવા ખેલાડી સામે &nbsp;પ્રથમ તબક્કામાં જવાબી હુમલામાં સારી શરુઆત કરી હતી.</p>
<p>જોકે, કઝાકિસ્તાનની બોકસરે બીજા રાઉન્ડમાં શાનદાર રમત રમી હતી અને મેરી કોમના જડબા પર &nbsp;પંચ &nbsp;મારવામાં સફળ રહી. &nbsp;મેરી કોમ છેલ્લા ત્રણ મિનિટમાં વાપસી કરી પરંતુ જજોને પ્રભાવિત કરી શકી નહીં. મણિપુરની આ ખેલાડીને પુરસ્કાર રાશિ તરીકે &nbsp; 5000 ડૉલર &nbsp;(આશરે 3.6 લાખ રૂપિયા) અને કિજાઈબેને 10,000 (આશરે 7.2 લાખ રૂપિયા) મળ્યા.</p>



Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •