જાણો કોણ છે પાર્ટીના પોપટ આદિવાસી સમાજ ના કેવાતા સાંસદો માં

SHARE WITH LOVE
 • 885
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  885
  Shares

ગુજરાત ના આપણા બધા ભાઈ બહેનોને જાણવા જેવું છે ચૂંટણી પંચે રવિવારે સાંજે 2019ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ દરેક પક્ષોએ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે. 2014 ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. અને જેમાં જીતેલા ઉમેદવારો હતા શ્રી મનસુખ વસાવા, શ્રી કે સી પટેલ,શ્રી રામસિંગ રાઠવા, શ્રી પ્રભુ ભાઈ વસાવા, અને શ્રી જસવંત ભાભોર હતા.

આ લોકોને આપણે સમાજ ના હિત માટે  ઓળખવા જ રહ્યા, શું કર્યું છે અત્યાર સુધી આમને આપણા સમાજ ના હિતમાં? સમાજ ની જરૂરિયાત કે સમાજ ની તકલીફો માટે… તેમને સમાજ માટે કશું કર્યું છે ખરું ? કે પછી ખાલી પાર્ટીના પોપટ જ બનીને બેઠાછે?

 2019ની ચૂંટણીમાં પાછા ઘણા આદિવાસી ઉમેદવારો સમાજ પાસે મત માગવા આવશે. સમાજે તેમને સાથ સહકાર આપવો જોઈએ  કે નય ? તે સાથ અને સહકાર આપવા લાયક છે કે નય ? છોને પછી એ કોઈ પણ પક્ષના હોય

ગત વખતે જીતેલા ઘણા સાંસદોને તેમની નિષ્ક્રિયતા, નબળી કામગીરી અને વિવાદના લીધે ફરીથી મત આપવા કે નહીં ?તે  દિશામાં આદિવાસી સમાજ ની જાહેર માં વિચાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી જોઈએ.

શ્રી જસવંત ભાભોર જે ના મતવિસ્તારમાંથી આદિવાસી સમાજે અને લોકોએ જીત અપાવી હતી અને તે જાતે પણ ભારત સરકારના આદિજાતિ મંત્રી છે પરંતુ  અત્યાર સુધી તેમને આદિવાસી લોકોના હિતને અનુલક્ષીને કોય કાર્ય કરેલ નથી. બિન આદિવાસીને અપાયેલા આદિવાસી ના ખોટા દાખલાના અનુસંધાન માં જે લોકોને આદિવાસીના ખોટા દાખલા પર નોકરીયો મળીછે તેના પર એમનાથી કશું બોલાયું નથી, કે નથી તેમનાથી સુપ્રીમ કોર્ટ ના ફોરેસ્ટ એક્ટ પરના ચુકાદા પર કસું બોલાયું. એ ખાલી પાર્ટી ના પલ્લુંમાં બેસીને પોતાને પાર્ટીની ગૂડ બૂક માજ રેવાનું માન્ય છે, છોને પછી આખા સમાજ ફને – ફાતીયે અને બરબાદ થય જતો.

શ્રી પ્રભુ ભાઈ વસાવા જે બારડોલી ની સીટ પરથી જીત્યાં અને પછી ગાયબ થય ગયા, ખોટા પ્રમાણ પત્રો, ભારત માળા, ફોરેસ્ટ એકટ,  અને કોરીડોર માં કશું બોલ્યા નથી પોતાના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તેની એમને ખબર છે કે નય એ પણ એક સવાલ છે. સાચી વાત છે કેહવત છે ને “સંગ તેવો રંગ” આ પણ પેલા આપણા મંત્રી શ્રી ગણપત વસાવા ની જેમ સો-સા કરી સમાજ ને ઉલ્લુ બનાવવાનું અને સમાજને વેચીખાવાનું કૃત્ય કરી રહ્યા છે. આવા સમાજની સાથે ગદ્દારી કરનારા લોકોએતો સમાજ ના નામ પર ઉમેદવારી જ ના કરવી જોઈએ. જો એમને પાર્ટીયોની ગૂડ બુકમાં નામજ સામીલ કરાવવા હોય તો સમાજ ને બેહ્કાવાનું અને સમાજ ના નામ પર ચુંટણી માં ભાગ લેવાનુજ બંધ કરવું જોઈએ.

જો શ્રી રામસીંગ રાઠવા અને નારાયણ રાઠવા આદિવાસી રાઠવા અને કોળી રાઠવા નો ઊભો થયેલો વિવાદ સરકારમાં દબાણ લાવીને તેમનું ધારેલું કરાવતા હોય તો, ભારત સરકારના આદિવાસી મંત્રી અને ગણપતભાઈ વસાવા આદિવાસી મંત્રી ગુજરાત સરકારના પોપટ બનીને કામ કરનાર પ્રભુ વસાવા સંસદ બારડોલી ખોટા પ્રમાણપત્રોના આધારે આદિવાસી ના રિઝર્વ કોટા માં નોકરી કરે છે તેવા બની બેઠેલા આદિવાસી ગણાતા રબારી ભરવાડ જે હજારોની સંખ્યામાં આદિવાસી ની જગ્યા માં નોકરી કરે છે તેના માટે કેમ બોલી નથી શકતા? અને મૌન છે? શા માટે સરકાર પર આદિવાસી હિતમાં દબાણ લાવતા નથી? પાર્ટી તેમને ટીકીટ આપશે પણ આદિવાસી સમાજ તેમને તેમનું સ્થાન દેખાડશે.

હકીકત એ છે આ લોકો ને ખાલી પાર્ટીના લાડલા બની અને ગૂડ બૂક માં પોતાના નામ લખાવવા છે, આલોકોને સમાજ અને લોકો માટે કોય લેવા દેવા નથી પોતાનું થાય એટલે સમાજ ગયો તેલ લેવા, એમને પોતાની સીટ અને પાર્ટી એટલુજ  દેખાતું હોય છે.

હા આદિવાસી સમાજ ના ગુજરાત ના એક નેતા ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ  વસાવા એવા છે જે આદિવાસી  સમાજ અને લોકો માટે કોય ની પણ ચિંતા કર્યા વગર બે ધડક પોતાનો અવાજ પાર્ટી અને સરકારમાં પણ ઉઠાવે છે.

શ્રી મનસુખ વસાવા અનન્ય કોટિના નેતા છે, જેમણે પોતાનું આખુ જીવન લોકોના કલ્યાણ કરવામાં લગાડી દીધુ છે. ખાસ કરીને ભારતના આદિવાસિ જેમના પર અત્યાચાર અને આ સમાજ પર ગેર રીતીઓ થય રહી છે. આદિવાસી સમાજ ની આ તકલીફો માંથી મુક્ત કરવાની જેમને જુમ્બેસ ઉપાડી છે.

શ્રી મનસુખ વસાવા એ  લોક સભામાં સંઘર્ષનું બ્યુગલ વગાડીને આહ્વાન કર્યુ, “ કે આદિવાસીયોના ખોટા પ્રમાણ પત્રો આપવામાં આવે છે તે આદિવાસી સમાજ સાથે ગેર નીતિ થય રહી છે તે બંધ થવી જોઈએ” તેમના પર ઘણી ધમકી યો પણ આ સમય માં આવી હતી. પણ તે ટસ થી મસ થયા નતા. અને ત્યાર પછી ગુજરાત માં નિયમ લાવવામાં આવ્યો. હજી તે આ મુદ્દા પર લઢી રહ્યા છે.

આ રબારી ભરવાડો અત્યારે આદિવાસી સમાજ ના બનીબેઠેલા એવા રબારી ભરવાડ સાથે ભેગા મળી સંસદ શ્રી મનસુખ વસાવા નો વિરોધ કરી રહ્યા છે અને કાવતરા કરી રહ્યા છે.

શ્રી મનસુખભાઈ ડી વસાવા તેમના લોકસભા મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મોબાઇલ ટાવર, નર્મદામાં પાણી નો મુદ્દો, શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે જરૂરી કાર્યવાહી, બેરોજગાર માટે રોજગારીના  પ્રયત્નો, લેન્ડ લુઝર ના પ્રશ્નો, ખાણ ખનીજ માફિયાઓ ની સામે લડત, આવા ઘણા બધા પ્રશ્નો પાર્લામેન્ટમાં તથા રાજ્ય સરકાર તથા ભારત સરકારમાં રજૂઆત કરી છે તેના રેકોર્ડ પુરવા ઉપલબ્ધ છે. તેઓં લોક હિતના કામ કરતા આવ્યા છે. આપ સૌ જાણો છો કે ગમે તે થાય તોય પોતાના વિસ્તારના લોકોના અને આદિવાસી સમાજ ના પ્રશ્નો ઉજાગર કરવા એ તેમના માટે પોતાના પ્રાણ કરતાં પણ મહત્વના છે  અને તેથી આદિવાસી સમાજ અને ત્યાના લોકો તેમને આશીર્વાદ આપે છે.

સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા પાંચ ટર્મ થી સાંસદ સભ્ય છે પરંતુ કોયપણ ભ્રષ્ટાચાર ના આરોપ તેમની સામેં નથી તેમના મત વિસ્તારના બધાજ લોકોને સાથે લઇ ચાલવાનો તેમનો મળતાવળો સ્વભાવ, છતા આવા સાંસદ તેમની પાર્ટીની ગુડબુક માં નથી.

મનસુખભાઈ વસાવા જેમની છબી ખરેખર સારીછે તે પાર્ટીની ગુડ બુકમાં કેમ નથી? જયારે જે લોકો અને સમાજ માટે કસુજ નથી બોલતા એવા જસવંત ભાભોર અને પ્રભુ વસાવા જેવા પાર્ટીની ગુડબુક માં!

મનસુખભાઈ વસાવા જે વાતો કહે છે તે સરકાર વિરોધ ની વાત નથી કરતા એ તેમના મતવિસ્તાર ના લોકોના હિતની વાત ઉજાગર કરે છે.

આજે આદિવાસી સમાજે સમજવું જોઈએ કે કેવા આગેવાનો અને નેતા આપડા સમાજ ના હિત માટે કાર્યો કરશે. એવા આગેવાનો ને ચુંટીને શું કરીશું જે પોતાના સમાજ માટે નહિ પરંતુ પાર્ટીની ગૂડ બૂક માં નામ લખાવી મદારી ના વાંદરાની જેમ બેસી રહે, આ પાર્ટીયો એ પણ જોવું જોઈએ કે કોને ગૂડ બૂક માં રાખવા. જે લોક હિત ના કાર્યો કરે છે તેમને? કે પછી જે નાકારા અને નઠારા લોકો જે ખાલી ઠુઠા જ છે તેમને ?

આદિવાસી સમાજે પણ વિચારવું રહ્યું કે આદિવાસિયો નું ભવિષ્ય કઈ દિશામાં જય રહ્યું છે…

શ્રી મનસુખભાઈ ડી વસાવા પોતાની કોયપણ જાતની  પરવા કર્યા વગર, પોતાના પરિવાર ના ઘણા મોટા બલિદાનો કરીને પણ રાત દિવસ જોયા વગર પ્રબળ પોતાના સમાજ અને પોતાના લોકો માટે પરિશ્રમ કરી રહ્યા છે. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ છે.

શ્રી મનસુખભાઈ ડી વસાવા ભરૂચ જીલ્લા ની લોક સભા સીટ પરથી ચુંટણી લઢે છે આ સીટ ઓપન કેટેગરી ની સીટ છે છતાં પણ બધા લોકોના સહકારથી તે જીતે છે. જે બતાવે છે કે તેમના મતવિસ્તાર ના લોકો તેમને કેટલા ચાહે છે.

Myadivasi.com


SHARE WITH LOVE
 • 885
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  885
  Shares

Leave a Reply

Your email address will not be published.