રાજ્ય સરકાર તરફથી ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસને ફાળવાઇ અત્યાંધુનિક સ્પીડગન?

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખાને રાજ્ય સરકાર તરફથી અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે. જેના કારણે હવે જિલ્લાના માર્ગો પરથી પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે તેઓ ચોક્કસ કેટલી ઝડપે વાહન દોડાવી રહ્યા છે. તેની સ્પીડરેટ જિલ્લા ટ્રાફિક પોલીસની સ્પીડ ગનમાં નોંધાઈ જશે અને જે તે વાહન ચાલકો જો ઓવરસ્પીડ દોડી રહ્યા હોય તેમની સામે સરળતા થી કાનૂની કાર્યવાહી કરી શકાશે. આમ કરવાથી એક રીતે ઓવરસ્પીડ દોડતા વાહનોને લીધે થતા માર્ગ પરના અકસ્માતોનું પ્રમાણમાં ઘટાડો થશે.

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે જીલ્લાના વિવિધ માર્ગો પર સ્પીડગનના સહારે બેફામ ઓવર સ્પીડે દોડતા વાહન ચાલકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી સ્થળ પર દંડ ફટકારી વસુલવાની શરૂઆત કરી હતી.જેમાં ભરૂચ ના માંડવા ટોલ પ્લાઝા પાસે બેફામ સ્પીડે જતા ટ્રક ચાલકોને રોકી તેમની પાસે રૂપિયા ૪૦૦નો દંડ પણ વસુલાયો હતો.પોલીસની આ કામગીરી થી નાના વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનતા અટકાવી શકાશે તો બીજી તરફ નિતિ નિયમો ને નેવે મુકી, ગતિમર્યાદાનો ભંગ કરી પસાર થતા વાહનચાલકોમાં દંડનીય કાર્યવાહી થી ફફડાટ પણ ફેલાયો હતો


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.