Statue of Unity: સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં વિકાસ સત્તામંડળનો વિરોધ ..!

SHARE WITH LOVE
  • 15
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    15
    Shares

બુધવારે ગુજરાત વિધાનસભામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી એરિયા ડેવલપમૅન્ટ બિલ-2019 રજૂ થનાર છે.

આ બિલ અનુસાર ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાના હેતુસર સત્તામંડળની સ્થાપના કરવામાં આવનાર છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં પર્યટન અને વિકાસનાં કામોનું આયોજન અને તેને મંજૂરી આપવાની સત્તા આ ઑથોરિટી પાસે હશે.

વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ બિલને ‘કાળો કાયદો’ ગણાવી તેનું દહન કર્યું હતું.

સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ નામ આપવામાં આવ્યું છે, તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

તા. 31 ઑક્ટોર 2018ના રોજ સરદાર પટેલની જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું.

બિલની જોગવાઈઓ

બિલની જોગવાઈઓ મુજબ આ સત્તામંડળને સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં જમીન અધિગ્રહિત કરવાની, તેનો વપરાશ કરવાની તથા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા મળશે.

સત્તામંડળમાં નર્મદા ડૅમ, નર્મદા જિલ્લા પંચાયત, વન અને પર્યાવરણ વિભાગ, માર્ગ અને નિર્માણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ‘હોદ્દાની રુએ’ સ્થાન આપવામાં આવશે.

આ સિવાય આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગના વિકાસ માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે રૂ. દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

એક અહેવાલ મુજબ સરેરાશ દરરોજ પંદર હજાર પર્યટકો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લે છે, જે સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના દૈનિક મુલાકાતીઓની સંખ્યા કરતાં પણ વધારે છે.

સરદાર

વિરોધનો વંટોળ

વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રસ્તાવિત બિલને ‘કાળો કાયદો’ ગણાવી તેનો વિરોધ કર્યો હતો અને પત્રકારપરિષદ દરમિયાન તેનું દહન કર્યું હતું.

મેવાણીએ તમામ પક્ષોના દલિત ધારાસભ્યોને બિલનો વિરોધ કરવા આહ્વાન કર્યું છે.

કેટલાક અહેવાલો મુજબ, આ બિલ પસાર થતાં ત્યાં શરાબબંધી એકદમ હળવી થઈ જશે.

આ બિલની જોગવાઈઓ મુજબ જો કોઈ દબાણ થયું હોય તો તેને દૂર કરવાનો ખર્ચ પણ દબાણકર્તા પાસેથી વસૂલવામાં આવશે.

દબાણકર્તાઓ સામે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Source:

#mansukhbhaivasava #mansukhbhaidvasava #mansukhvasava #gitabenrathava #prabhuvasava #drkcpatel #jasvantbhabhor #ramanbhaipathakar #nareshpatel #chhotuvasava #chhotubhaivasava #maheshbhaivasava #maheshvasava #ganpatshihvasava #ganpatvasava #ishvarbhaidhodia #mohandhodia #abheshinhtadavi #kubershihdindhor #rameshkatara #shaileshbhabhor #anandchaudhari #kantibhaikaradia #aniljoshiyara #bhaveshkatara #mohanshihrathava #pdvasava #virendrjadeja #punabhaigamit #sunilbhaigamit


SHARE WITH LOVE
  • 15
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    15
    Shares