દાહોદ માં આદિવાસી ની સ્થિતિ – ભાગ ૧

SHARE WITH LOVE
 • 218
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  218
  Shares

ગુજરાત નું પ્રવેશ દ્વાર અને ઉગતા સુરજ નું શહેર એટલે દાહોદ.. દાહોદ જીલ્લો બહુમૂલ્ય આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો છે.

મધ્ય ગુજરાત ના દાહોદ ના આદિવાસી લોકો પોતાના ઘરબાર છોડી ગુજરાત ના અન્ય વિસ્તારમાં મજૂરીએ જવા મજબુર છે. જેમના માટે સામાન્ય રીતે લોકો માંમુડીયા કે મામા શબ્દ નો ઉપયોગ કરતા હોય છે. આ આદિવાસી લોકોની હકીકત જાણવા જેવી છે.

ભારત સરકારના કેન્દ્રિય મંત્રી મંડળમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો ને જ્યારથી કેન્દ્રિય મંત્રી તરીકે નું પદ સ્વીકાર્યું ત્યારથી તે પોતાના મત વિસ્તાર માં દયાન આપી શક્યા નથી જેથી લોકોમાં રોષ છે. તો આ વખતે સુ થશે તેની ખબર નઈ

આદિવાસી સમાજ ના પ્રશ્નોને ક્યારે પણ ઉજાગર તેમ ને કર્યા નથી જેથી આદિવાસી સમાજ તેમનાથી નારાજ છે. ભારત સરકારના આદિવાસી મંત્રી જશવંતસિંહ ભાભોર પોતાનાજ સમાજ ના પ્રશ્નો ઉજાગર કરી શક્યા નથી

આદિવાસી ફ્લાયઓવર હેઠળ રેલ્વે ટ્રેક, પેવમેન્ટ્સ અને ખાલી ખાનગી / જાહેર પ્લોટ્સ પર ખુલ્લી જગ્યાઓ માં પડી રહે છે મજુરી કરે છે અને જ્યાંત્યા જીવન ગુજારવા મજબુર છે.

આનું મુખ્ય કારણ  છે પાણી ની અને સીચાય ની અછત, આના કારણે અહિયાં ના વિસ્તારોમાં ખેતીવાડી નું કામ જવલ્લેજ થતું હોય છે. આદિવાસી લોકોને સહાય ના નામ પર કસું મળી રહ્યું નથી.

આ વિસ્તાર માં ખેતીવાડી તો થાય છે પણ ખાલી ચોમાસાના સમય માં, સરકારી યોજનાવો તો જાહેર થાય છે પણ અહીના આદિવાસી લોકો સુધી યોજના ઓંના લાભ પોચતા નથી.

દાહોદ ના પૂર્વ ના વિસ્તારોમાં પાણીની અછત એટલી છે કે સીચાય માટે શું પીવાનું પાણી પણ મળતું નથી.

આકડા મુજબ દાહોદ ના ૩૦% લોકો વિસ્થાપિત થય ગયા છે અને આખા ગુજરાત માં દાહોદ ના લોકો મજુરી કરવા માટે જવા  મજબુર બની ગયા છે.

અહીના આદિવાસી લોકો પાણી, વીજળી, અને શિક્ષણ જેવી બુનિયાદી જરૂરિયાતો થી વંચિત છે.

આજેપણ અહીના આદિવાસી લોકો પોતાનું જીવન રડીખાવા માટે મજબુરીમાં ગુજરાત માં મજૂરીએ જવા માટે મજબુર છે.

મનરેગા જેવી આદિવાસી ને લાભ કરતી યોજના આહિયા છેલ્લા શ્વાસ લઈ રહી છે.

આદિવાસી થોડા પરિવાર એકલા નથી. હજારો આદિવાસી પરિવારો મોટેભાગે સમગ્ર ગુજરાતમાં કૃષિ ખેતરો, ફેક્ટરીઓ અને બાંધકામ સ્થળોમાં રોજગારી મેળવવા માટે તેમના ગામોમાંથી સ્થળાંતર કરે છે. આ આદિવાસી શ્રમિક મંચ (એસએએસએમ) ના અનૌપચારિક અંદાજો મુજબ – આદિવાસી સ્થળાંતરિત કામદારોના ગુજરાતમાં આશરે 35 લાખ આદિવાસી છે જે કામ માટે મોસમી સ્થળાંતર કરે છે

આમ છતાં, ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉંગ્રેસે બંનેએ તાજેતરમાં જાહેર થયેલા જાહેરનામામાં આદિવાસી લોકોના મુદ્દાઓની પ્રશંસા અને સંબોધનમાં સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી છે.

“ફેક્ટરીઓ અને નિર્માણ સ્થળે સસ્તા મજૂર આપીને શહેરી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યા પછી પણ, આદિવાસી લોકોની પરવાહ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી.

જય આદિવાસી જય જોહર

ડો. ભાવિન વસાવા ભરૂચ

લાઇક અને સેર કરવા વિનંતી


SHARE WITH LOVE
 • 218
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  218
  Shares

Leave a Reply

Your email address will not be published.