બારડોલીના બે ગામના વિદ્યાર્થીઓએ 7 સરકારી બસોને અટકાવી વિરોધ કર્યો

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

ગુજરાતમાં એક તરફ શિક્ષણ વિભાગ બાળકોને પ્રાથમિક શિક્ષણ ફ્રીમાં આપવાની વાત કરે છે. પણ બાળકોને શિક્ષણ લેવા જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ગામડાઓની શાળાઓમાં બાળકોને નદીના પાણીને પાર કરીને શાળાએ જવું પડે છે. તો કેટલાક ગામડાઓમાં એકથી બે કિલોમીટર ચાલીને શાળાએ જવું છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક ગામડાઓમાં સરકારી શાળાઓની હાલત એવી છે કે, તે શાળા ગમે ત્યારે વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ચાલુ ક્લાસ દરમિયાન સ્લેબના પોપડા પડતા હોવાહતી શિક્ષકો બાળકોને શાળાના મેદાનમાં અથવા તો ગામના અન્ય કોઈ મકાનમાં ભણાવવા માટે મજ્બુર બન્યા છે, ત્યારે હવે બારડોલી તાલુકાના ભટલાલ અને નવી કીકવાડ ગામના વિદ્યાથીઓએ હોબાળો કરીને સાત જેટલી ST બસને રસ્તા પર રોકી વિરોધ નોંધાવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર બારડોલી તાલુકાના ભટલાલ અને નવી કીકવાડ ગામમાં ST બસ પ્રવેશ ન કરતી હોવાના કારણે ગામના બાળકોને અડધો કિલોમીટર ચાલીને બસ સુધી જવું પડે છે. આ મામલે બાળકોએ રસ્તા પર હોબાળો કર્યો હતો અને ST બસોને રોકી હતી. બાળકોના આ વિરોધમાં ગામના લોકોએ પણ તેમને સાથે અને સહકાર આપ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સાત જેટલી ST બસને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની એક જ માંગણી છે કે, ST બસ ગામના પાદર સુધી અને બાળકોને પાદરથી પીકઅપ કરવામાં આવે. વિદ્યાર્થીઓના વિરોધના પગલે ST વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પડવાના પ્રયાસો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પહેલા આ ગામમાં 4 જેટલી બસ ગામના પાદર સુધી આવતી હતી પરંતુ ST વિભાગ દ્વારા 4 બસોને અચાનક બંધ કરી દેવામાં આવી હતી. બસ ગામમાં આવતી બંધ થતા ગામના લોકો દ્વારા ST વિભાગમાં આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ તંત્ર દ્વારા બસ સેવા શરૂ ન કરવામાં આવતા ગામના લોકો અને વિદ્યાર્થીઓએ હોબાળો કરીને બસોને રસ્તા પર રોકી હતી.


SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

Leave a Reply

Your email address will not be published.