સવજી ધોળકિયાની મુશ્કેલીમાં વધારો, પોલીસે સમન્સ પાઠવ્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. અમરેલીના લાઠી નજીક આવેલા હરિકૃષ્ણ સરોવર પર ગાંધીજીની પ્રતિમા ખંડિત થવા મામલે પોલીસે સવજી ધોળકિયાને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

રિપોર્ટ અનુસાર અમરેલીના લાઠી નજીક આવેલા દુધાળા ગામમાં સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ હરિકૃષ્ણ સરોવર બનાવ્યું હતું. આ સરોવરના બ્યૂટીફીકેશન માટે ત્યાં ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. થોડા દિવસો પહેલા આ ગાંઘીજીની પ્રતિમા ખંડિત થયેલી આસપાસના ગામના લોકોને જોવા મળી હતી. તેથી ગામના લોકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરી હતી.

તપાસ દરમીયાન પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્ત્વોએ આ મૂર્તિને ખંડિત કરી હોઈ શકે છે પરંતુ જેમ-જેમ પોલીસની તપાસ આગળ વધી તેમ-તેમ ખુલાસા થતા ગયા હતા કે, હરિકૃષ્ણ સરોવર ખાતે જે સમયે ટ્રેક્ટરમાં માટી ભરવામાં આવતી હતી ત્યારે ટ્રેક્ટર પ્રતિમા સાથે અથડાતા ગાંધીજીની મૂર્તિ ખંડિત થઇ હતી અને FSL રિપોર્ટમાં પણ વાહન અથડાવવાથી આ મૂર્તિ તૂટી ગઈ હોવાનું બહાર આવ્યું હતું.

પ્રતિમા ખંડિત થયા પછી વાયરલ થયેલી ઓડિયો ક્લિપની મદદથી પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી હતી. ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી તેમાં દાદા નામના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેથી પોલીસે સુરતના નામાંકિત ઉદ્યોગપતિ સવજી ધોળકિયા સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી અને હવે પોલીસ દ્વારા સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં હાજર થવા માટે સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •