આશ્ચર્યજનક નિવેદન: રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થાય તેવા ચાવડાના ગર્ભિત ઈશારાથી BJPમાં ખલબલી!

SHARE WITH LOVE
 • 135
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  135
  Shares

19મી જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય હલચલ ચરમસીમાએ પહોંચી છે. ભાજપ- કોંગ્રેસ હાલ દરરોજ રણનીતિ બદલી રહ્યા છે અને સામસામે રાજકીય દાવ અજમાવે છે. ત્યારે ભાજપના કોઈ સભ્ય ક્રોસવોટીંગ કરે કે તેનો વોટ કેન્સલ થઈ શકે છે. તેવો ગર્ભિત ઈશારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યો છે. તેમના આ નિવેદનથી રાજકીય ભૂકંપ સર્જાયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું ફરી એકવાર આજે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમને ભાજપમાથી ક્રોસવોટીંગ થાય તેવો ઈશારો કરીને રાજકીય ભૂકંપ લાવી દીધો છે, સાથે સાથે ઈશારો પણ કરી નાંખ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગને લઈને જણાવ્યું કે ભાજપના કોઈ સભ્યનો વોટ કેન્સલ થઈ શકે તેવો ચાવડાનો ગર્ભિત ઈશારોથી ભાજપમાં ખલબલી મચેલી છે.

તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળને આપણે જોવો જોઈએ. ભૂતકાળમાં પણ ભાજપના દિગ્ગજ નેતાનો વોટ કેન્સલ થયો છે. આર સી ફળદૂનો મત રાજ્યસભામાં કેન્સલ થયો હતો. રાજ્યસભાની ચૂંટણીને લઈ દરરોજ રણનીતિ બદલાય છે. આવનારા દિવસોમાં જૂવો ઘણબધુ થઈ શકે છે.

ગઈકાલે શુક્રવારે પણ અમિત ચાવડાએ સરકારને ઘેરી હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી અને રાજ્યસભાની ચૂંટણીને લઇ અમિત ચાવડાનો મોટો આક્ષેપ કર્યો હતો, ખરીદ વેચાણ સંઘ કરી અમારા ધારાસભ્યોને ખરીદ્યા, 3 ઉમેદવાર જીતે તેવું સંખ્યા બળ ન હોવા છતાં ઉભા રાખ્યા ત્યારે હજુ અમારી પાસે 2 બેઠકો જીતે તેવું પૂરતું સંખ્યાબળ છે ત્યારે ભાજપ હવે કોઈને ખરીદી શકે તેમ નથી ત્યારે હવે પોલીસ અને મશીનરીનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યોને ધમકાવતા હોવાની વાત કરી હતી.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, અમારા ધારાસભ્યોને પોલીસ અને મશીનરી દ્વારા ડરાવવા ધમાકવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજા વંશને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. ખોટા કેસો કરી પુંજા વંશ વિરુદ્ધ પોલીસ ખોટી કાર્યવાહી કરતી હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો છે. સમગ્ર મામલો ઉના નગરપાલિકામાં થયેલ માથાકૂટનો છે.

ચાવડાએ જણાવ્યું કે સમગ્ર મામલે ફરિયાદીનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને ત્રણ ત્રણ વાર ખોટા સમન્સ કઢાયા જેમાં બે વખત પુંજા ભાઈ હાજર રહ્યા. છતાં ચૂંટણી નજીક આવતા હેરાનગતિ કરાય છે સમગ્ર મામલે કોંગ્રેસ આજે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે.

source


SHARE WITH LOVE
 • 135
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  135
  Shares