સસ્પેન્સ યથાવત / US Election Results : અમેરિકાની પ્રજાએ પસંદ કરી છે પરિવર્તનની લહેરઃ જો બાઇડેનનું નિવેદન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ હશે તેને લઇને સસ્પેન્સ હજુ પણ યથાવત છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનનું પલડુ ભારી જોવા મળી રહ્યું છે. પેંસિલ્વેનિયા, જ્યોર્જિયા, નોર્થ કૈરોલિન, અરિજોના આ એ ચાર રાજ્ય છે જે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ હશે તે નક્કી કરશે.
 • અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી ચાલુ 
 • અમેરિકાના નવા રાષ્ટ્રપતિને લઇને સસ્પેન્સ યથાવત

અમેરિકાની પ્રજાએ પરિવર્તનને પસંદ કર્યું છે
જો બાઇડેનને કહ્યું છે કે જેમ-જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમ-તેમ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે કે રેકોર્ડ સંખ્યામાં અમેરિકનોએ જેમાં બધી જ્ઞાતિ, ધર્મ અને ક્ષેત્રના લોકો સામેલ છે, જેઓએ પરિવર્તન પસંદ કર્યું છે. 
 

What is becoming clearer each hour is that record numbers of Americans — from all races, faiths, regions — chose change over more of the same.

They have given us a mandate for action on COVID and the economy and climate change and systemic racism. — Joe Biden (@JoeBiden) November 7, 2020


અમે લોકો રેસ જીતવા જઇ રહ્યાં છે
ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનને કહ્યું કે મતગણતરીના આંકડા સ્પષ્ટ રીતે જણાવી રહ્યાં છે કે અમે લોકો આ રેસ જીતવા જઇ રહ્યાં છે. બાઇડેનને અત્યાર સુધીમાં 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે. 

પોસ્ટથી આવેલા મતો પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પેંસિલવાનિયામાં ચૂંટણીના દિવસે રાત્રે 8 વાગ્યા પછી આવેલા મતોને અલગ કરી સુરક્ષિત રાખવામાં આવે. જો જરૂરિયાત પડે તો આ મતોની અલગથી ગણતરી કરવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપપબ્લિકન પાર્ટીની એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે આવા મતને અલગ રાખવા આદેશ કર્યો છે. આ મામલે અમેરિકાની કોર્ટે પેંસિલવાનિયના સેક્રેટર ઓફ સ્ટેટ પાસે શનિવારે બપોર સુધીમાં જવાબ માંગ્યો છે. 

સિક્રેટ સર્વિસે જો બાઇડનની સુરક્ષામાં કર્યો વધારો

અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે જો બાઇડેને પોસ્ટલ  બેલેટની મતગણતરીમાં લીડ મેળવી છે. જો બાઇડેન જીતની નજીક પહોંચ્યાં છે. જેને લઇને સિક્રેટ સર્વિસે જો બાઇડેનની સુરક્ષામાં વધારો કર્યો છે. બાઇડેનના નિવાસ સ્થાન ઉપર નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 

પેંસિલ્વેનિયા અને જ્યોર્જિયામાં જો બાઇડેનને લીડ મેળવી લીધી હતી, પરંતુ હવે જ્યોર્જિયામાં ફરી મતગણતરી કરવામાં આવી રહી છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ રીકાઉન્ટિંગમાં પણ જો બાઇડેનને લીડ મેળવી છે. 

જ્યોર્જિયામાં ફરી મતગણતરી કરવામાં આવી રહી છે. જ્યોર્જિયામાં 16 ઇલેક્ટોરલ મત છે. જ્યોર્જિયા રિપબ્લિકન પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, ત્યારે પહેલી વખતની મતગણતરી દરમિયાન જો બાઇડેન અહી મતોની ગણતરીમાં આગળ જોવા મળ્યા હતા. 

અમેરિકા મીડિયાના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં બાઇડેનને 253 મત મળ્યાં છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 ઇલેક્ટોરલ મત છે. જ્યોર્જિયામાં જો બીજી વખત મતગણતરી ન થઇ હોત તો જો બાઇડેને જાદુઇ આંકડાને પાર કરી લીધો હોત. 

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •