20 નવેમ્બરથી રાજ્યના આ 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

14 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગમી 20 નવેમ્બરના રોજ રાજ્યના RTOના 16 જેટલા ચેકપોસ્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી, તેથી ચેકપોસ્ટમાં કામ કરતો બધો સ્ટાફ એન્ફોર્સમેન્ટથી માંડીને બીજા કામ પર લાગશે અને આ તમામ ચેકપોસ્ટ કાઢીને ઓનલાઈન કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ બે જાહેરાત કરી હતી કે, RTOની ઓનલાઈન સેવાઓમાં 7 જેટલી સેવાઓનો વધારો કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં 20 વર્ષના વાહનના રેકોર્ડને ઓનલાઈન કરવામાં આવશે, જેથી રાજ્યના 14 લાખ જેટલા લોકોને RTO પર ધક્કો ખાવો પડશે નહીં. ત્રીજી જાહેરાત એવી હતી કે, RTOમાં લર્નિંગ લાઈસન્સ માટે લોકોની તકલીફને દૂર કરવા માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં આવેલી ITIને લર્નિંગ લાઈસન્સ પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવી છે.

આગામી 20 નવેમ્બરે જે 16 RTO બંધ થશે તેમાં અંબાજી, અમીરગઢ, ગુંદરી, થવાર, થરાદ, સમખીયાળી, જામનગર, અરવલ્લીના શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર, સગબારા, ભીલાડ, કપરાડા, સોનગઢ અને વઘઈ ચેકપોસ્ટનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના આ ચેકપોસ્ટ દૂર કરવાના નિર્ણયને લઇને લઇને વિપક્ષે પણ સરકાર પર આક્ષેપો કર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય માણસની ખરીદ શક્તિ ઘટી છે, ત્યારે વેપાર ધંધા ધબકતા કરવાનો પ્રયાસ રાજ્ય સરકારે કરવો જોઈએ. આ નિર્ણય કરવાના બદલે ચેકપોસ્ટો બંધ કરીને જમીની હકીકતોથી સામાન્ય માણસને ભ્રમિત કરવાનો પ્રયાસ થયો છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જે કહ્યું હતું તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબિત કરવા માંગે છે કારણ કે, ગુજરાતમાં હવે ચેક પોસ્ટમાંથી કોઈપણ જગ્યા પર દારૂ પકડાશે નહીં અને હવે એક એવી જાહેરાત તમે કરી દો કે, ગુજરાતમાં જે દારૂબંધી છે, તે હટાવી લેવામાં આવે છે. મને તો એવું લાગે છે કે, બેરોકટોક રાજસ્થાનમાંથી કોઈપણ આવી શકે તેવી છૂટ આપવા માંગે છે તેવું દેખાય છે. તમારે બધુ જ ઓનલાઈન કરી દેવું હોય તો ચેકપોસ્ટ કે કોઈ અન્ય જગ્યા પર કોઈની જરૂર નથી એટલે તમે સરકાર પણ ઓનલાઈન ચલાવો તેવી મારી વિનંતી છે.

 Publisher:  khabarchhe


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

Leave a Reply

Your email address will not be published.