હવા પ્રદુષણની માત્રા 15 દિવસથી બિન આરોગ્યપ્રદ

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

ઈન્ડેક્સ વેલ્યુ મુજબ 201થી 300 વચ્ચે રહેતી હવાની ગુવણત્તા સ્વાસ્થ માટે હાનિકારક છેલ્લા ત્રણ દિવસમાં અંકલેશ્વરમાં હવાનો ઈન્ડેક્સ 200ને પાર

અંકલેશ્વર: અંકલેશ્વરમાં હવા પ્રદુષણની માત્રા નવેમ્બર માસમાં ભયજનક લેવલે જોવા મળ્યું હતું. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ સ્વાસ્થ વિભાગ દ્વારા નિયત કરેલા પેરામીટર્સ પ્રમાણ અંકલેશ્વરની હવાનો ઈન્ડેક્ષ વેલ્યુ મુજબ 201 થી 300 વચ્ચે રહેતી હોવાથી હવાની આ ગુવણત્તા સ્વાસ્થ માટે હાનિકારક છે. છેલ્લા 15 દિવસમાં અંકલેશ્વરમાં હવાનો ઈન્ડેક્ષ 200ને પાર કરી 283 સુધી પહોંચી ગયો છે.

અંકલેશ્વર – પાનોલી ઔદ્યોગિક વસાહતને તાજેતરમાં ફરી ક્રીટીકલ ઝોન માં મુકવામાં આવ્યું છે. જે પાછળ એક કારણ હવા પ્રદુષણની માત્રા પણ છે. જેનો ઉદ્યોગકારો દ્વારા ઇન્સિલેટર, સહીત કેમિકલની માત્રા ધટાડાવા વિવિધ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. છતાં પણ પરિણામ શૂન્ય આવી રહ્યું છે. શિયાળા હવા પ્રદુષણ માત્રા નિયત ઇન્ડેક્સ કરતા રોજ રોજ 220 ને પણ પર કરી 283 સુધી પહોંચી જવા પામી છે. જેમાં PM 2.5માં વધારો પણ જોવા મળ્યો છે. ત્યારે હાલત તો જાણકારો અંકલેશ્વરની હવા સ્વાસ્થ માટે હાનિકારક હોવાનું જણાવી રહ્યા છે.

હવામાં ક્યાં તત્વોની માત્રા સૌથી ખરાબ
પી.એમ.2.5 અને પી.એમ.10 ની માત્ર સૌથી વધુ ખરાબ આપી રહી છે. આ ઉપરાંત એન.ઓ.2,એન.એચ.3, એસ.ઓ.2, સી.ઓ. અને ઓઝોનની માત્ર પણ તેમના નિયત પેરામીટર કરતા વધઘાત થઇ રહી છે. જયારે ઈન્ડેક્ષ વેલ્યુ વધ્યું છે ત્યારે તેની માત્ર એકદમ વધી ગયેલી જોવા મળી રહી છે.


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares