જમીન મુદ્દે આદિવાસીઓની વ્હારે આવ્યું ભાજપ અને BTP, પણ વહિવટીતંત્ર અવઢવમાં

SHARE WITH LOVE
 • 1.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.2K
  Shares

ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ અને પોતાની મહામૂલી જમીન મામલે સ્થાનિક આદિવાસીઓનો ઘણો વિરોધ હતો, એ વિરોધને પગલે BTP, કોંગ્રેસ અને અંતે ભાજપ પણ આદિવાસીઓના સમર્થનમાં આવતા અંતે તંત્રએ એ વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સ્થગિત કરવી પડી હતી.હવે આવો જ કંઇક કિસ્સો જિલ્લાના અંતરિયાળ ડેડીયાપપાડા તાલુકામાં બન્યો છે.

બાબત હતી ડેડીયાપાડા તાલુકાના માલસામોટ ઞામે ખાતા નંબર-174 માં આવેલ તમામ સર્વે નંબરમાં વર્ષોથી રહેતા આદિવાસીઓના 40-50 પરિવારોની.ડેડીયાપાડા પ્રાંત અધિકારી અને મામલતદારે એ તમામ આદિવાસીઓને જમીન ખાલી કરવાની નોટિસ આપતા લોકોમાં ભારે રોષ ફેલાતા વિવાદ સર્જાયો હતો.તે જગ્યા સરકારી ખાતાની છે, એ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની છે.ત્યાંથી એક રસ્તો સીધો કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જશે અને બીજી બાજુ ત્યાંથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ નજીક હોવાથી ત્યાંના લોકો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી શકે.જેથી આ વિસ્તારમાં પ્રવાસ ઉદ્યોગ ખૂબ જ વિકાસ થશે અને આદિવાસી જનતાને ખૂબ જ ફાયદો થશે.આવા કારણોસર એ જગ્યા તાત્કાલિક ખાલી કરવા નોટિસમાં જણાવાયું છે.

આદિવાસીઓની નારાજગીના પગલે પ્રથમ તો એ વિસ્તારના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ એ આદિવાસીઓની મુલાકાત લીધી.દરમિયાન સ્થાનિકોએ રજુઆત કરતા એમને એમ જણાવ્યું કે અમે છેલ્લા બાવન 52 વર્ષોથી આ જગ્યા ઉપર વસવાટ કરીએ છીએ ખેતી કરીએ છીએ.સરકારમાં વખત વખત વેરા પણ ભરીએ છીએ જેથી અમે આ જમીનના માલિક છે.અમે કોઈ પણ ભોગે આ જમીન આપીશું નહીં અને આ જમીનના મામલે ઉગ્ર લડત ચલાવીશુ.

મહેશ વસાવાએ પણ ગ્રામજનોને જણાવ્યું હતું કે, અહીંની એક પણ ઈચ જમીન જમીન સરકારને નહીં આપીએ.અમે તમારી સાથે છે.એક તરફ ઉકાઈ ડેમ, કેવડિયા ડેમ વિસ્થાપિતોને હજુ સુધી સરકાર જમીન આપી શકી નથી.સરકાર માલસામોટની જગ્યા પણ કબજે કરીને આદિવાસી જનતાને વિસ્થાપિત કરવાનું ષડયંત્ર કરી રહી તેવો આક્ષેપ કર્યો હતો.

હવે તાજેતરમાં જ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ ભાજપ આગેવાનો સાથે એ વિસ્તારની મુલાકાત લીધી હતી.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ 1954 માં માલસામોટ ગામને હાઉસીંગ સોસાયટી બનાવવા આપી હતી પરંતુ હાઉસીંગ સોસાયટી ન બનતા વર્ષ 1997 થી આ જમીન સરકાર હસ્તક થઈ ગઈ હતી પણ 1954 થી આ જમીન પર સ્થાનિક આદિવાસીઓનો હક્ક અને ભોગવટો છે.આ જમીનના આધારે 40-50 પરીવારો પોતાનુ જીવન નિર્વાહ કરી રહ્યા છે.તેવા સંજોગોમાં જમીન ખાલી કરવાની નોટીસ આપતા આદિવાસીઓમાં ભારે નારાજગી ઉભી થઈ છે.સ્થાનિક આગેવાનોનુ પણ માનવુ છે કે આ જમીન આદિવાસીઓને જ મળવી જોઈએ.આ બાબતની જાણ હું મુખ્યમંત્રી વિજય રૂપાણી સૂધી કરીશ.

હવે ડેડીયાપાડા પ્રાંત અધિકારી અને મામલતદારે આ નોટિસ સરકારના આદેશ મુજબ આપી હશે.જો કે આ નોટિસના વિરુદ્ધમાં BTP અને ભાજપ આદિવાસીઓની વ્હારે આવ્યું છે.તો એમ જરૂર કહી શકાય કે BTP અને ભાજપે સરકાર સામે જ બાયો ચઢાવી છે.હવે એક તરફ સરકારનો હુકમ તો બીજી બાજુ રાજકીય પાર્ટીઓનું દબાણ માનવું તો કોનું માનવું, હાલમાં તો નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નોટિસ મુદ્દે દ્વિધામાં મુકાયું છે.

source


SHARE WITH LOVE
 • 1.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.2K
  Shares