ગુજરાતના આ ગામના બાળકોને ભણવું છે, પણ સરકાર શાળા ક્યારે બનાવશે?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સુધારવાના પ્રયાસો સરકાર દ્વારા માત્રને માત્ર કાગળો પર જ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાતના કેટલાક ગામડાઓમાં સરકારી શાળાઓ નથી અને જે ગામડાઓમાં સરકારી શાળાઓ છે. તે શાળાઓ બાળકોને ભણવાલાયક નથી. કારણ કે, મોટાભાગના ગામડાઓમાં સરકારી શાળાની બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે છત પરથી સિમેન્ટમાં મોટા મોટા પોપડાઓ પડે છે. બાળકો પર જીવનું જોખમ હોવાના કારણે શિક્ષકો બાળકોને ગામના મંદિરોમાં કે શાળાની બહાર ઝૂપડું બાંધીને ભણાવવા માટે મજબૂર બન્યા છે.

આ ઉપરાંત કેટલાક ગામડાઓ એવા છે કે, જેમાં સરકારી શાળા જર્જરિત થઈ ગઈ હોવાના કારણે શાળાની બિલ્ડીંગને એક વર્ષ કરતા પણ વધારે સમયથી તોડી પાડવામાં આવી છે. પરંતુ ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે શાળાની બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે તે ગામના બાળકો શાળાના બિલ્ડીંગ વગર જ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.

હવે આ પરિસ્થિતમાં સરકાર બાળકોને અભ્યાસ કરાવવાની વાત કરે છે. તો સરકારની મોટી મોટી વાતો પર વિશ્વાસ કેમ કરવો. આ ઉપરાંત વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન શિક્ષણ મંત્રી દ્વારા એક એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વાર છેલ્લા બે વર્ષમાં 1,287 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે અને તેની સામે માત્રને માત્ર 122 સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

ત્યારે આજે એક એવી શાળાની વાત કરવી છે કે, જેને બે વર્ષ પહેલા આવેલા પૂરમાં નુકસાન પહોંચ્યું હતું. પરંતુ બે વર્ષમાં સરકાર દ્વારા આ શાળાના બિલ્ડીંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ પ્રાથમિક શાળા આવેલી છે કાંકરેજના રૂની ગામમાં. આ સરકારી શાળામાં ધોરણ 1થી 8ના બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પરંતુ જુલાઈ 2017માં આ ગામમાં આવેલા પૂરમાં શાળાની બિલ્ડીંગને નુકસાન થવા પામ્યું હતું. જેના કારણ એ શાળાના ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા છે. બે વર્ષનો સમય થવા છતાં પણ એક પણ ઓરડો નવો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 123 જેટલા બાળકોને શિક્ષક દ્વારા શાળાના બિલ્ડીંગની બહાર આવેલા વૃક્ષની નીચે પાથરણું પાથરીને ભણાવવામાં આવે છે. હવે આ પરિસ્થિતિમાં ગુજરાતના બાળકો કેમ ભણી શકશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.