માં નર્મદા ને નુકસાની પોચાડનાર રેત અને ખનીજ માફિયા ઓં પર કાયદેસર કાનુની કાર્યવાહી ની લોક માંગ ને લય મનસુખભાઈ વસાવા એ તંત્ર ની પ્રશંસા કરી કે ઠપકો આપ્યો?

SHARE WITH LOVE
 • 371
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  371
  Shares

સ્પષ્ટ બોલા ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા એ ફરી એકવાર તંત્રનેેેે  પત્ર લખેલ છે.  ભૂતકાળમાં સ્થાનિક પ્રશ્નોના મુદ્દે , ગેર કાયદેસર ખનન ના મુદ્દે કે નર્મદા નદી ના મુદ્દે ઘણીવાર પોતાની સરકાર માં પત્ર લખી પોતાની નારાજગી વ્યક્ત મનસુખભાઈ દ્વારા કરવામાં આવી છે પરંતુ આ વખતે તંત્રની પ્રશંસા કરતો પત્ર લખવામાં આવ્યો છે . સાથે સાથે માં નર્મદા નદીમાં પાળા બાંધનારા પર કાયદેસર કાનુની કાર્યવાહી કરવા માટે  પણ જણાવવામાં આવ્યું છે.

માં નર્મદા ને નુકસાની પોચાડનાર આ રેત અને ખનીજ માફિયા ઓં પર કાયદેસર કાનુની કાર્યવાહી થવી જોવે તેવી લોક માંગ ઉભી થય છે.

નર્મદા નદીમાં રેતી માફિયા દ્વારા  બનાવવામાં આવેલ પાળા ઓ તંત્ર ની સાવચેતીના લીધે  તૂટયાં કે પછી એને પાછળ બીજું કોઈ કારણ? ચોમાસું શરૂ થવાની તૈયારી છે અને હવે આ લીઝો બંધ થવાની તૈયારી છે ત્યારે નર્મદા નદીમાં આવેલા પાળા  તોડવાની પ્રક્રિયા કરી લોકોને મૂરખ  બનાવવાની તંત્રની એક ચાલ છે.?

નર્મદા નદીના પાળા ઓ અત્યારે તોડવામાં આવ્યા છે પણ પાળા બનાવનાર પર કોઇ કાર્યવાહી થઇ નથી એની  પાછળનું શું કારણ? આખી નર્મદા નદીમાં પાળા બનાવનાર અને ઝઘડીયા તથા રાજપીપલા તાલૂકા ના રેેેત માફિયા અને ખનીજ માફિયા પર કોનો હાથ છે?… કે ગુજરાતની  ભાજપા સરકાર તેમના ઉપર કાર્યવાહી કરી શકતી નથી. આ બધા ખનીજ માફિયા રાજકીય મોટા માથા છે. શું સરકાર ના ઉચ્ચ અધિકારીઓ તેમને બચાવી રહ્યા છે?

ઝઘડિયા  તાલુકાના  રાજપારડી ના સૈયદ અલી  અને રતનપોર ના  ઝાકીર હુસેન જેવા લોકો માટે મનસુખ વસાવા એ  ઘણી  ફરિયાદો અને રજૂઆતો તંત્રને અને કેન્દ્રમાં કરી છે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થતી નથી.

મનસુખભાઈ વસાવા ને ભરૂચ જિલ્લામાંથી આટલી બધી વખત લોકો એ જીતાડયા છે અને 2019 ના આ રીઝલ્ટ માં પણ એજ જીતવાના છે ત્યારે લોકોની માંગ છે કે લોકોની આશા ને ધ્યાનમાં રાખી ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા દ્વારા અને તેમની પાર્ટી ભાજપા દ્વારા લોક હિત માં કાર્ય થાય. અને આખી નર્મદા નદીમાં  પાળા બનાવનાર અને ઝગડિયા ના મોટા ખનીજ માફિયા ઓં પર યોગ્ય સજા થાય તેવી લોક માંગ છે.

સાથે સાથે આખે આખા આ કોભાંડ ની જાણકારી મેળવી મનસુખભાઈ વસાવા એ બધાને ખુલ્લા પાડી લોકો ને સાચા માહિત ગાર કરવા જોવે તેવી લોક વાયકા ચાલી રહી છે.


SHARE WITH LOVE
 • 371
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  371
  Shares

Leave a Reply

Your email address will not be published.