મંદીથી ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના ‘પાયા’ ગગડ્યા!

SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares

રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા) હેઠળ નાણાકીય વર્ષ 2019-20માં નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં રાજકોટ સહિત રાજયમાંદ રૂ. 31,569 કરોડના 1129 પ્રોજેક્ટ્સ નોંધાયા છે. ગુજરાત રેરાની વેબસાઈટમાં આંકડા પ્રમાણે આ વર્ષ દરમિયાન રહેણાંક મકાનોમાં કુલ રૂ. 10,266 કરોડના 540 પ્રોજેક્ટ્સની નોંધણી થઇ છે.
રાજ્યમાં રેરાની શરૂઆતને અંદાજીત ત્રણ વર્ષ થયા છે અને આ સમય દરમિયાન ગુજરાતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ્સમાં કુલ 1.88 લાખ કરોડનું રોકાણ આવ્યું છે. આમાંથી રૂ. 81,530 કરોડનું રોકાણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે આવ્યું છે. રેરાના આવ્યા બાદ સરકારે જમીન મકાનના ધંધા સાથે જોડાયેલા તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરતા આ એક્ટ હેઠળ રાજ્યમાં 1054 એજન્ટ્સ નોંધાયા છે. રેરા હેઠળ જેટલા પણ પ્રોજેક્ટ્સ નોંધાયા છે તેમાંથી સૌથી વધુ રોકાણ અમદાવાદમાં આવ્યું છે. રિઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના જાણકારોના મતે અમદાવાદ રાજ્યનું ફાઇનાન્સિયલ હબ હોઈ અહી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અન્ય શહેરોની તુલનામાં વધુ આવે છે જેના કારણે રિઅલ એસ્ટેટમ રાજ્યનું સૌથી વધુ રોકાણ અમદાવાદમાં વધુ છે. જોકે, રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પાછલા બે વર્ષોમાં આવેલી મંદીના પગલે રોકાણ પ્રવાહ ઘટ્યો છે.

કેટેગરી મુજબ નોંધાયેલા કુલ પ્રોજેક્ટ્સ
પ્રોજેક્ટ 2017-18 2018-19 2019-20*
રહેણાંક 1057 1507 542
કોમર્શિયલ 415 431 200
મિક્સ 709 930 365
પ્લોટ 23 84 38
સોર્સ: ગુજરાત રેરા, ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીના આંકડા

ગુજરાતના મુખ્ય શહેરોમાં થયેલું રોકાણ (રૂ. કરોડમાં)
શહેર 2017-18 2018-19 2019-20 કુલ
અમદાવાદ 42,517 22,324 12,013 76,854
સુરત 21,035 17,873 4,277 43,185
વડોદરા 8,482 16,648 7,670 32,800
રાજકોટ 3,161 4,990 1,951 10,102
સોર્સ: ગુજરાત રેરા, *ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીના આંકડા

ગુજરાત રેરાની વેબસાઈટમાં દર્શાવેલા આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 9,976 કરોડના 200 કોમર્શિયલ પ્રોજેક્ટ્સની નોંધણી કરાવવામાં આવી છે. આ કાયદો ઈમ્પ્લીમેન્ટ થયો ત્યારથી અત્યાર સુધીમાં રૂ. 45,283 કરોડના 1,046 કોમર્શિયલ પ્રોજેક્ટ્સ નોંધાયા છે. ગુજરાતમાં રેરા અંતર્ગત નાણાકીય વર્ષ 2018-19માં કુલ 2,952 પ્રોજેક્ટ્સની નોંધણી થઇ હતી તેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ સુધીમાં 1,139 પ્રોજેક્ટ્સ નોંધાયા છે જે ગત વર્ષના કુલ પ્રોજેક્ટ્સના 39% થાય છે. રાજ્યમાં ગત વર્ષે રૂ. 71,853 કરોડનું રોકાણ થયું હતું અને આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 31,569 કરોડનું રોકાણ આવ્યું છે.


SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares

Leave a Reply

Your email address will not be published.