સરકારી જમીન પર થયેલા દબાણને લઇ સરકારે લીધો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આવેલી ગૌચર અને સરકારી જમીન પર થયેલા દબાણ મામલે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરને જમીનની માપણી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં મહેસુલ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા કલેક્ટરોની બેઠકમાં આ આદેશ કરવામાં આવ્યો હતો. મહેસુલ મંત્રીના આદેશથી જીઓમેપિંગ સિસ્ટમથી સરકારી જમીનની માપણી કરવામાં આવશે.

આ સમગ્ર મામલે મહેસુલ મંત્રી કૌશિક પટેલ જણાવ્યું હતું કે, કલેક્ટરો સાથે કોન્ફરન્સના સ્વરૂપમાં અમે એક મિટિંગ પૂર્ણ કરી છે. આ મિટિંગમાં ચારથી પાંચ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કમોસમી વરસાદની આંકડાકીય માહિતી અને સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવે અને તેની જીઓમેપિંગ સિસ્ટમથી માપણી કરીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવે તેવા ત્રણથી ચાર વિષય લઇને કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે હાલમાં જે નવા સાધનો આવ્યા છે અને GPS સિસ્ટમ દ્વારા બરોડામાં જે રીતે જીઓમેપિંગ સિસ્ટમથી કામગીરી કરવામાં આવી રહી છે, તેવી રીતે બધા ડિસ્ટ્રીકમાં આ કામગીરી કરવામાં આવશે. આ કામગીરીથી ખ્યાલ આવશે કે, સરકારી જમીન ક્યાં અને કેટલી છે.

સરકારે આપેલા આદેશને લઇને અલગ-અલગ જિલ્લા કલેક્ટર દ્વારા જીઓમેપિંગ સિસ્ટમથી અને ડ્રોન કેમરાની મદદથી જમીનની માપણી કરવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ ઓનલાઈન સબમિટ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કોઈપણ સરકારી જમીન કે ગૌચર જમીન પર દબાણ જોવા મળશે તો તેને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરીને સરકારી પ્લોટને ખાલી કરવામાં આવશે.

Source:


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.