આ ચૂંટણીમાં સૌથી વધુ કાળું નાણું જપ્ત

SHARE WITH LOVE
 • 53
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  53
  Shares

લોકસભા ચૂંટણી હવે તેના અંતિમ પડાવમાં પહોંચી ગઇ છે, પરંતુ આચાર સંહિતા લાગુ કર્યા બાદ જ ચૂંટણી પંચના ફ્લાઇંગ સ્કવોડ દ્વારા છાપા મારવાની શરૂઆત કરવામાં આવી હતી. આ છાપાઓમાં દેશના ઘણાં રાજ્યોમાંથી ચૂંટણી પંચે કરોડો રૂપિયા જપ્ત કર્યાં છે. અત્યાર સુધી ચૂંટણી પંચે કુલ 3439 કરોડ રૂપિયા જપ્ત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાની કોઇ લોકસભા ચૂંટણીમાં આટલી માત્રામાં કેશ પકડવામાં નથી આવ્યું.

એક અહેવાલ અનુસાર, લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે કાળું નાણું તમિલનાડુમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં અત્યાર સુધી 950 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે. આ મામલે ગુજરાત બીજા નંબર પર છે. ચૂંટણી પંચના ફ્લાઇંગ સ્કવોડ દ્વારા 552 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે. દિલ્હીથી 426 કરોડ રૂપિયા પકડવામાં આવ્યાં છે.

ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાની 500 ફરિયાદો મળી હતી. આ ફરિયાદો 10 માર્ચ બાદ નેતાઓ અને લોકસભા ઉમેદવારો સામે કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સામે પણ અડધો ડઝન ફરિયાદો મળી જેમાંથી બધી ફરિયાદોમાં ક્લીન ચીટ મળી ગઇ છે.

આ લોકસભા ચૂંટણીમાં પંચ સતત વિપક્ષના નિશાના પર રહ્યું છે. અહીં સત્તાધારી BJPના પ્રભાવ હેઠળ ચૂંટણી પંચ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે PM મોદીને આપેલી ક્લિન ચીટ બાબતે સરકારના આધિન કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

કાળાં નાણાનો સૌથી વધારે ઉપયોગ ચૂંટણી દરમિયાન જ થાય છે. એટલે આને રોકવા માટે ચૂંટણી પંચ અલગ સ્કવોડ તૈયાર કરે છે. આ જપ્ત કરવામાં આવેલા પૈસાના સોર્સનો જવાબ આપવામાં આવે તો પૈસા પરત આપવામાં આવે છે.


SHARE WITH LOVE
 • 53
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  53
  Shares

Leave a Reply

Your email address will not be published.