ગુજરાત વિધાનસભા ખાતે નવનિયુક્ત ચાર ધારાસભ્યોને હોદ્દાના શપથ ગ્રહણ કર્યા

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજયી બનેલ ચાર ધારાસભ્યોને હોદ્દાના શપથ ગ્રહણ આજે વિધાનસભા ખાતે અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરાયા હતા. આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને દંડક  પંકજભાઈ દેસાઈએ ચારેય ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતા જેમાં ૨૧-ઊંઝા વિધાનસભા મત વિભાગમાંથી ડૉક્ટર આશાબેન દ્વારકાદાસ પટેલ, ૬૪-ધ્રાંગધ્રા વિધાનસભા મત વિભાગમાંથી શ્રી પુરુષોત્તમભાઈ ઉકાભાઇ સાબરીયા, ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિભાગમાંથી પટેલ રાઘવજીભાઇ હંસરાજભાઈ અને ૮૫-માણાવદર વિધાનસભા મત વિભાગ પરથી ચાવડા જવાહરભાઈ પેથલજી ભાઈનો સમાવેશ થાય છે.

શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પક્ષના ચાર ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે ત્યારે આ સાથે વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ હવે ૧૦૫ થયું છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીની ૨૬ બેઠકો માટે અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં લોકસભા તથા વિધાનસભાની તમામ બેઠકો પર રાજ્યના નાગરિકોએ જંગી બહુમતીથી જીતાડીને સો ટકા પરિણામ આપ્યું છે.  ભૂતકાળમાં જે મત મળ્યા હતા એના કરતાં વધુ મત આપીને અમારી ઝોળી ભરી દીધી છે. ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે, પ્રજાને અમારા પર અમાપ વિશ્વાસ છે અને એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા દઈશું નહીં એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.