એલર્ટ / વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગો પર હજુ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે. જેને લઇને મધ્યગુજરાત અને દક્ષિમ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

જેમાં નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવસભર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવાત જોવા મળશે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમનો પ્રભાવ ઘટતો જોવા મળશે.રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઇને ગઇકાલે મોડી રાત્રે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત સહિત અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે.

આ વર્ષે રાજ્યમાં વરસાદનો તમામ રેકોર્ડ તૂટી ગયો છે. ગુજરાતમાં સિઝનનો 109 ટકા વરસાદ પડ્યો છે જ્યારે સરેરાશ 36 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 148 ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના 63 તાલુકામાં 40થી 148 ઈંચ સુધી વરસાદ જ્યારે અન્ય કેટલાક તાલુકામાં 30થી 75 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના 150 તાલુકામાં 25થી 40 ઈંચ અને 38 તાલુકામાં જ 15 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ 18 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદથી ગુજરાતમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

Leave a Reply

Your email address will not be published.