આ આદિવાસી મહિલાની પેઇન્ટિંગ ઈટલીમાં થશે પ્રદર્શિત

SHARE WITH LOVE
 • 76
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  76
  Shares

મધ્ય પ્રદેશની 80 વર્ષની આદિવાસી મહિલાની પેઇન્ટિંગ ઈટલીમાં પ્રદર્શિત થશે. ઈટલીના મિલાનમાં યોજાનારા પ્રદર્શનમાં તેમની પેઇન્ટિંગ શોકેસ કરવામાં આવશે.

આ આદિવાસી મહિલાનું નામ છે જોધઈયા બાઈ બૈગા, જે મધ્ય પ્રદેશના લોહરા ગામના ઉમરિયા જિલ્લામાં રહે છે. તેમણે જણાવ્યું કે, મારા પતિના મૃત્યુ પછી પેઇન્ટિંગ કરવાનું શરૂ કરેલું. હું દરેક પ્રકારના પ્રાણીઓની પેઇન્ટિંગ બનાવ છું. જે પણ મારી આજુબાજુ દેખાય છે, તેની પેઇન્ટિંગ બનાવ છું. ભારતમાં ઘણી જગ્યાઓ પર હું ગઈ છું. હવે હું માત્ર મારી પેઇન્ટિંગ પર જ ધ્યાન આપું છું. મેં 40 વર્ષની ઉંમરે મારા પતિને ગુમાવ્યા પછી પેઇન્ટિંગની શરૂઆત કરી હતી. કારણ કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે કાંઈક કામ તો કરવાનું જ હતું. હું ઘણી ખુશ છું કે મારી પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત થઈ રહી છે.

આદિવાસી સમુદાય માટે આ ગર્વની વાત છે. શિક્ષા ન હોવા છતાં તે અહીં સુધી પહોંચ્યા છે.

આદિવાસી મહિલાના ટીચર કહે છે, પોતાના દુઃખને ભૂલીને જોધઈયાએ હંમેશા તેની પેઇન્ટિંગ પર જ ધ્યાન આપ્યું છે. હું ઘણી ખુશ છું કે તેમની પેઇન્ટિંગ ઈટલીમાં પ્રદર્શિત થઈ રહી છે.


SHARE WITH LOVE
 • 76
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  76
  Shares

Leave a Reply

Your email address will not be published.