ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા, કોરોનામાં સરકારની બેદરકારી બની શકે કારણ

SHARE WITH LOVE
 • 150
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  150
  Shares

સરકારના ટોચના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજકીય વર્તુળોમાં એવો મત પ્રવર્તે છે કે કોવિડ 19 મહામારીને કારણે સ્થાનિક ચૂંટણી પાછી ઠેલવાની યોજના બનાવાઈ રહી છે. આ ઉપરાંત અત્યારના સંજોગોમાં ચૂંટણી થાય તો પરિણામો પ્રવર્તમાન શાસક પક્ષની વિરુદ્ધમાં પરિણામ આવે તેવી ભીતિને કારણે પણ ચૂંટણી મોડી કરવામાં આવે તેવા સમાચાર છે. જો ચૂંટણી સાચે જ પાછી ઠેલવામાં આવે છે તો જે તે ક્ષેત્રમાં સુપરવાઇઝ માટે અધિકારીઓને મુકવામાં આવશે.

ઓક્ટોબર પહેલા ચૂંટણી રાખવી શક્ય લાગતી નથી

એક ટોચના અધિકારી તરફથી મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારી જુલાઈ સુધીમાં અંત થવાની શરૂઆત થાય તેવું લાગે છે. સપ્ટેમ્બર મહિના સુધી પરિસ્થિતિ સામાન્ય થઇ જશે આથી ઓક્ટોબર પહેલા ચૂંટણી રાખવી શક્ય લાગતી નથી. આ વિષયે એક વિગતવાર અહેવાલ બનાવીને રાજકીય વર્તુળો કેન્દ્રીય હાઈકમાન્ડને સોંપશે જેથી આ મુદ્દે નિર્ણય લઇ શકાય.

પ્રતિકાત્મક તસ્વીર

2015ની ચૂંટણીઓમાં કોંગ્રેસે બાજી મારી લીધી હતી

2015ની ચૂંટણીઓની વાત કરવામાં આવે તો એ સમયે પાટીદાર અનામત આંદોલનનું ચૂંટણી ઉપર પ્રભુત્વ રહ્યું હતું અને કોંગ્રેસ 2 ડઝન જિલ્લા પંચાયતો અને 100 જેટલી તાલુકા પંચાયતોમાં બાજી મારી ગયું હતું જયારે ભાજપ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવામાં સફળ રહ્યું હતું પણ તેમને આંકડાઓ પ્રમાણે ખુબ નુકશાન થયું હતું. આ સમયે સત્તા પક્ષ ઘણા પરિબળોમાં નબળી પડી રહ્યું છે. સૌપ્રથમ તો કોરોના મુદ્દે સરકારનું પ્રદર્શન નિરાશાજનક રહેતા અને ગુજરાતમાં લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસ અને મૃત્યુદર કાબૂમાં ન આવવાથી લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. 

મહામારીએ અર્થતંત્રની કમર તોડી નાખી છે

બીજું કારણ એવું છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોમાં આર્થિક સંકટને કારણે ઘણી મુશ્કેલીઓ વધી રહી છે જેની સામે સ્થાનિક, રાજ્ય કે કેન્દ્ર સરકારે કોઈ સંતોષજનક રાહત પેકેજ આપ્યા નથી તેથી લોકોનો રોષ ભભૂક્યો છે તેવા સમાચાર છે. પક્ષના એક નેતાએ સરકારની કહ્યું છે કે મહામારીએ અર્થતંત્રની કમર તોડી નાખી છે. MSMEને પ્રતિકૂળ અસરો પહોંચી છે, લોકો તેમની નોકરી ગુમાવી ચુક્યા છે, પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન પહોંચી ગયા છે અને અર્થતંત્ર ફરી પાટે ક્યારે ચડશે તે કોઈ જાણતું નથી આથી થોડા મહિના માટે આ મુશ્કેલ સંજોગોમાં ચૂંટણી કેવી રીતે ગોઠવવી એ એક પડકાર છે. 

source


SHARE WITH LOVE
 • 150
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  150
  Shares