રેલવેના ખાનગીકરણને લઈને રેલમંત્રીએ કરી આ સ્પષ્ટતા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રેલવેમાં ખાનગીકરણને લઈને થતી ચર્ચાઓ સામે રેલમંત્રી પીયુષ ગોયલે શુક્રવારે એક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. પીયુષ ગોયલે કહ્યું હતું કે, રેલવે ભારત અને ભારતીયોની સંપત્તિ છે. ભવિષ્યમાં પણ ભારતની જ રહેશે. રેલવેમાં ખાનગીકરણની વાતને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, સરકાર રેલવેને ખાનગી સંચાલનના હાથમાં નહીં સોંપે. પરંતુ, પ્રવાસીઓને હજુ વધુ સારી સુવિધાઓ પ્રાપ્ય કરાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી કોર્મશીયલ અને નોન-બોર્ડ સેવાઓનું આઉટસોર્સિંગ કરી રહી છે.

રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સવાલના જવાબ આપતા પીયુષ ગોયલે કહ્યું હતું કે, રેલવેને ચલાવવા માટે આગામી 12 વર્ષ સુધીમાં આશરે 50 લાખ કરોડ રુપિયાનું ફંડ સરકાર એક હાથે ઊભું કરવા માટે સક્ષમ નથી. તેથી અનેક પ્રકારના પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. અમારો હેતું પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ અને ફાયદો કરાવવાનો છે. રેલવેને ખાનગી હાથમાં સોંપવાનો નહીં. બજેટ સંબંધી દબાણ અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે,દરરોજ સાંસદ રેલવે લાઈનને વધુ જોડવા અને શ્રેષ્ઠ સેવાઓની માંગ લઈને મારી પાસે આવે છે. વધુ ફંડ ઊભું કરાવવાની વાતથી આપણે સૌ વાકેફ છીએ.

રેલવેમાં વધતી જતી ભીડને પહોંચી વળવા માટે નવી ટ્રેનમાં રોકાણને લઈને મંત્રીએ સ્પષ્ટતા કરી કે, જો કોઈ ખાનગી કંપની રેલવેમાં રોકાણ કરવા ઈચ્છે છે તો પ્રવાસીઓને પુરતો સંતોષ અને ફાયદો મળવો જોઈએ. રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીએ કહ્યું હતું કે, ખાનગી કંપનીઓના રોકાણને લઈને તેનો માલિક હક રેલવે પાસે જ રહેશે. અમે માત્ર લાયસન્સ આપી શકીએ છીએ. જોકે, થોડા દિવસ પહેલા જ રેલવેએ પોતાના ફૂડ ચાર્જિસ અને પાર્સલ ચાર્જમાં વધારો કર્યો હતો. જેથી સામાન્ય લોકોની ચા પણ રેલવે પ્લેટફોર્મ પર મોંઘી બની રહી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.