રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ જગ્યાઓએ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આ વર્ષે ખેલૈયાઓ માટે વરસાદે મુશ્કેલી ઉભી કરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર ભારે તો કેટલીક જગ્યાઓ પર હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કેટલીક જગ્યા પર તો ગરબાના આયોજનો પર પાણી ફરી વળ્યું છે ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ ઉપર વેલ માર્ક લો-પ્રેશર એરિયા બન્યુ છે અને ઉત્તર પૂર્વ તરફ આ લો-પ્રેશર આગળ વધી રહ્યું છે. આ લો-પ્રેશર આગામી 24 કલાકના સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ લો-પ્રેશર સિસ્ટમના કારણે દરિયામાં વાવાઝોડાની સ્થિતિને લઇને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

મેઘ મહેરના કારણે રાજ્યમાં 133% વરસાદ વરસી ચૂક્યો છે, છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 176 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. એક તરફ ખેલૌયાઓ વરસાદના કારણે મુંજવણમાં મૂકાયા છે, તો બીજી તરફ મગફળી અને કપાસનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો નુકશાન થવાની આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.