આવતીકાલે ધો-10 નું પરિણામ જાહેર થશે

SHARE WITH LOVE
  • 37
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    37
    Shares

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આવતીકાલે (21મી મે, 2019) ના રોજ જાહેર થશે. વહેલી સવારે બોર્ડની વેબસાઇટ gseb.org ઉપર પરિણામ મૂકાશે.

આ વર્ષે ધોરણ-10ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે સામાન્‍ય પ્રવાહના 5,33,626 અને વિજ્ઞાન પ્રવાહના 1,57,604 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ-10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે કુલ 137 ઝોનમાં 1607 કેન્દ્રો કે જેમાં 5874 બિલ્‍ડિંગોનો સમાવેશ કરાયો હતો. બંન્નેની આ પરીક્ષાઓમાં કુલ 135 જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી. પરીક્ષાની કામગીરીમાં કુલ 85,000થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. આ બંન્ને પરીક્ષાઓમાં કુલ18.50 લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. આ પરીક્ષાઓ અંતર્ગત એસ.એસ.સી. માટે કુલ 81 અને એચ.એસ.સી. માટે કુલ 56 ઝોનની રચના કરવામાં આવી છે.

ધોરણ 10 બોર્ડ પરીક્ષા :

ધોરણ 10માં કુલ 11,59,762 વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા
ધોરણ 10માં 7,054,65 વિદ્યાર્થીઓ આપી હતી બોર્ડની પરીક્ષા
ધોરણ 10માં 4,54,297 વિદ્યાર્થિનીઓએ આપી હતી બોર્ડની પરીક્ષા
ધોરણ 10માં 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે આપી હતી પરીક્ષા
સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ નોંધાયા હતા
ધોરણ 10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી


SHARE WITH LOVE
  • 37
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    37
    Shares

Leave a Reply

Your email address will not be published.