વર્લ્ડ બેન્કે કરી મોટી ભવિષ્યવાણી, બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી મંદી આવશે, જાણો કેવા દેશોમાં અસર કરશે

SHARE WITH LOVE
 • 129
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  129
  Shares

કોરોના વાયરસને લઈને વિશ્વબેન્કે એક મોટી ચિંતા સતાવી છે, જેનો ડર અગાઉથી હતો, તેજ હકીકત હવે વર્લ્ડ બેન્કે જણાવી છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે, કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી મંદી આવશે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ચાલું વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 5.2 ટકાનો ઘટાડો નોંધાશે.

બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટી મંદી

વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ મલપાસ અનુસાર 1870 પછી એવું પહેલી વખત બનશે, કે કોઈ મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સૌથી મોટી મંદી આવશે. આ વાત તેમણે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટની ભૂમિકામાં જણાવી છે. તમને જણાવી દઈએ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1870 પછી અત્યાર સુધી કુલ 14 વખત મંદીઓ આવી છે. આ મંદીઓમાં 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009 અને 2020નો સમાવેશ થાય છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં 3.2 ટકાનો ઘટાડો

વર્લ્ડ બેન્કે આ વાતની પણ આશંકા જતાવી છે કે, ચાલું વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં 3.2 ટકાનો ઘટાડો આવશે. તમને જણાવી દઈએ કે, આ દર 2017માં 7 ટકા હતો, જે 2018માં ઘટીને 6.1 ટકા થયો હતો. 2019-20માં તેનાથી પણ ઘટી 4.2 ટકા પર પહોંચ્યો છે. એટલે કે કોરોના વાયરસ અને લોકડાઉનની અસર ચાલું નાંણાકીય વર્ષમાં જોવા મળશે.

વિકસિત દેશોમાં 7 ટકા અને વિકાશશીલ દેશોમાં 2.5 ટકાની ઘટાડો

રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે વિકસિત દેશોની અર્થવ્યવસ્થા 7 ટકા પર આવી જશે અને વિકાસશીલ દેશોની ઈકોનૉમીમાં પણ 2.5 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે.

ગરીબીનો કરોડો લોકો ભોગ બનશે

રિપોર્ટનું માનીએ તો, પ્રતિ વ્યક્તિની આવકમાં પણ 3.6 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. તેના કારણે કરોડો લોકોને ગરીબી સહન કરવાનો વારો આવશે. તે દેશોમાં ગરીબીનો માર સૌથી વધુ હશે, જે પર્યટન અને નિકાસ પર સૌથી વધુ નિર્ભર છે અને ત્યાં કોરોના વાયરસ સૌથી વધુ ફેલાયેલો છે.

source


SHARE WITH LOVE
 • 129
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  129
  Shares