રાજ્યમાં પ્રચારના પડઘમ થશે શાંત, જાણો ભાજપ-કોંગ્રેસનો શું છે છેલ્લો દાવ

SHARE WITH LOVE
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares

લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થશે. આજે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો પર રાજકીય પક્ષોનો આખરી ઘડીનો પ્રચાર ઝંઝાવતી બની રહેશે. 

લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થશે. આજે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો પર રાજકીય પક્ષોનો આખરી ઘડીનો પ્રચાર ઝંઝાવતી બની રહેશે. 

ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આજે  ઠેર ઠેર જાહેરસભાઓ સંબોધશે. આજે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. પાટણમાં PM મોદી લોકસભા ચૂંટણીનો આખરી ઘડીનો પ્રચાર કરશે. 

જેમાં CM રૂપાણી, DyCM નીતિન પટેલ સહિતના આગેવાનો પણ હાજરી આપશે. તો અમિત શાહ પણ આજે પોતાના મત વિસ્તારમાં સ્થાનિકો સાથે મુલાકાત કરશે. અમિત શાહ ઘાટલોડિયા, બોડકદેવ, વેજલપુરના સેક્રેટરીઓ અને ચેરમેનનો મળશે અને ત્યાર બાદ સાણંદમાં રોડ શો અને તેના પછી દરબાર ગઢ ચોકમાં જાહેરસભા સંબોધશે. પ્રચારના  આખરી દિવસે કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર કાર્યક્રમમાં વ્યસ્ત છે. 

સામાં કોંગ્રેસ મહાસભામાં અશોક ગેહલોત પણ જાહેરસભા સંબોધશે. હાર્દિક પટેલ પણ જૂનાગઢ સહિતના સ્થળો પર જાહેરસભાને સંબોધન કરશે. તો ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલના રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમિત ચાવડા અને રાજીવ સાતવ પણ આજે પત્રકાર પરિષદ સંબોધશે.


SHARE WITH LOVE
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares

Leave a Reply

Your email address will not be published.