વિશ્વની સૌથી ઉંચી પ્રતિમામાં વરસાદનું પાણી ભરાતું રોકવા કરાયો આ અખતરો

SHARE WITH LOVE
 • 216
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  216
  Shares

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનાવવામાં સરકાર દ્વારા ત્રણ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુમાં 153 મીટરની ઉંચાઈએ સરદાર પટેલની છાતીના ભાગે એક વ્યુઇંગ ગેલેરી બનાવામાં આવી છે. આ વ્યુઇંગ ગેલેરીમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આસપાસનો શાનદાર નજારો નિહાળી શકાય છે. પરંતુ ત્રણ હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્લાનીગના ક્યાંકને ક્યાંક ખામી જોવા મળી હતી.

My Adivasi

કેવળીયા ખાતે ચોમાસાના પહેલા જ વરસાદમાં વ્યુઇંગ ગેલેરીમાં મૂકવામાં આવેલી જાળીઓમાંથી વરસાદી પાણી સ્ટેચ્યુની અંદર પ્રવેશમાં લાગ્યું હતુ. જેના કારણે વ્યુઇંગ ગેલેરીમાં ગયેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વ્યુઇંગ ગેલેરીમાં પાણીનો ભરાવો થયો પણ પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા ત્રણ હજાર કરોડના ખર્ચે બનાવામાં આવેલી પ્રતિમામાં કરવામાં આવી ન હતી.

તંત્રની આ પોલ ખુલ્લી પડવાના કારણે વ્યુઇંગ ગેલેરીની જાળીમાં અંદરની બાજુથી પતરા લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે વરસાદના છાંટા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આવે નહીં જેના કારણે લોકોને મુશ્કેલો સામનો કરવા ન પડે.

સ્ટેચ્યુ ઓફ યુનીટીના જોઇન્ટ CEO નીલેશ દુબેએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વ્યુઇંગ ગેલેરીની છતમાંથી પાણી આવતું હતું. એના માટે L&T કંપનીની એક ટીમને અમે ચેન્નાઈથી બોલાવી છે. અત્યારે પણ તેનું કામ ચાલુ જ છે અને ટૂંક સમયમાજ તેઓ આ કામ પૂર્ણ કરી દેશે.

જોઇન્ટ CEO નીલેશ દુબેએ વધુમાં જણાવ્યું હતું કે, વ્યુઇંગ ગેલેરીમાં જે ભાગ દર્શકો માટે છે. તેની ઉપરનો ભાગ જે હતો તેમાં જાળી ખુલ્લી હતી. તેમાં વાછટ આવીને છતમાં ન જાય એટલે હંગામી વ્યસ્થા કરવામાં આવી છે. જે ડીઝાઈનનો એક ભાગ છે અને કાયમી વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવામાં આવશે.


SHARE WITH LOVE
 • 216
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  216
  Shares

Leave a Reply

Your email address will not be published.