1 ડિસેમ્બરથી તમામ મોટર વાહનોમાં લગાવવી પડશે આ વસ્તુ

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

રોકડ વિના ઇલેક્ટ્રોનિક રીતે ટોલ આપવા માટે જરૂરી FASTags જલદી જ પેટ્રોલ પંપો પર મળશે અને તેનાથી પેટ્રોલ અને પાર્કિંગ ચાર્જ પણ આપી શકાશે. આટલું જ નહીં તો સ્ટેટ હાઇવે અને શહેરના ટોલ પ્લાઝા પર પણ FASTagsની મદદથી ટોલ સ્વીકારવામાં આવશે. સરકારી એજન્સીઓ આને લાગુ કરવા માટે જોરશોરથી તૈયારી કરી રહી છે.

નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન પ્રોગ્રામ અંતર્ગત સરકારે 31 ડિસેમ્બર, 2019થી દેશભરમાં તમામ પ્રકારના મોટર વાહનોમાં FASTags લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. આને ધ્યાનમાં રાખીને સરકારે FASTagsની ઉપલબ્ધતામાં વધારો કરવાની ગોઠવણ કરી છે જેથી અંતિમ ઘડીએ અચાનક ધસારો થતાં કોઈ તકલીફ ન પડે.

FASTags એ એક સરળ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ છે જેને વાહનની આગળની વિંડોમાં લગાવવાની જરૂર રહેશે. જ્યારે સખત વાહન ટોલ પ્લાઝાથી પસાર થાય છે, ત્યારે ત્યાં સ્થાપિત મશીન આપમેળે ડ્રાઇવરના ખાતામાંથી ટોલ કાપી નાખે છે. આ સિસ્ટમ દ્વારા રોકડ ચુકવણીની તકલીફ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.

NPCIના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણા રાયે જણાવ્યું હતું કે નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન પ્રોગ્રામ હેઠળ FASTags પર અમારું પ્રાથમિક ધ્યાન છે. અને તે બે વર્ષથી ઓછા સમયમાં સંપૂર્ણ રૂપે ઇન્ટરઓપરેટબેલ બનાવી દેવાયું છે. ઓક્ટોબર-2019 માં, FASTagsથી વાહનો પાસે 3.1 કરોડ કરતા વધુના ફેરામાં 702.86 કરોડનો ટોલ એકત્રિત કરવામાં આવ્યો હતો. આ અગાઉ સપ્ટેમ્બર-19 માં 658.94 કરોડ રૂપિયાનો ટોલ એકત્રિત કરવામાં આવ્યો હતો. હાલમાં આ સિસ્ટમ સાથે સંકળાયેલી 23 બેંકો FASTags આપી રહી છે. જ્યારે 10 બેંકોને FASTagsની ચુકવણી મળી રહી છે. આજની તારીખે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 528 થી વધુ ટોલ પ્લાઝા પર FASTags દ્વારા ટોલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

1 ડિસેમ્બર, 2017 થી દેશમાં બનાવવામાં આવતી તમામ નવી કારમાં FASTags લગાવીને જ આવી રહી છે. હાલમાં, FASTagsને ટોલ પ્લાઝા, રિટેલ પીઓએસ સ્થાનો ઉપરાંત અધિકૃત બેંક શાખાઓ, બેન્કો અને ઇ-કોમર્સ વેબસાઇટ્સ અને માય FASTags એપ્લિકેશન દ્વારા ખરીદી શકાય છે. તેમજ ઓછામાં ઓછા 100 રૂપિયા નું રિચાર્જ પણ કરી શકાય છે. FASTags ટૂંક સમયમાં પેટ્રોલ પમ્પ પર પણ ઉપલબ્ધ થશે. આટલું જ નહીં, ફક્ત ટોલ જ નહીં, પણ પેટ્રોલ-ડીઝલ-સીએનજી અને પાર્કિંગ ચાર્જ ચૂકવવાનું પણ શક્ય બનશે.

Publisher:  khabarchhe


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

Leave a Reply

Your email address will not be published.