આ આગાહીએ વધારી ગુજરાતના ખેડૂતોની ચિંતા?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતના ખેડૂતોને વરસાદ હજુ 5 દિવસ રાહ જોવડાવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં વરસાદ માટે જુલાઈ મહિનાને મહત્ત્વનો માનવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં બંગાળની ખાડીમાં 3-4 સિસ્ટમ બનતી હોય છે. પરંતુ, અત્યારસુધીમાં બંગાળની ખાડીમાં એકપણ સિસ્ટમ ન બનતા રાજ્ય પર આફતના વાદળો ઘેરાયા છે. 27 જુલાઈ બાદ વરસાદની કોઈક સિસ્ટમ બને તેવું હવામાન વિભાગનું અનુમાન છે. એટલે કે આગામી 27 તારીખ સુધી રાજ્યમાં વરસાદના કોઈ એંધાણ નથી.

આવનારા 5 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. સાઉથ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. અત્યારસુધીમાં સિઝનનો માત્ર 24 ટકા વરસાદ જ વરસ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી.

રાજ્યમાં વાવણી લાયક વરસાદ આવ્યા બાદ સારો વરસાદ ન વરસતા કિસાન સંઘે મુખ્ય મંત્રીને પત્ર લખીને સિંચાઈ માટે નર્મદા અને અન્ય યોજનાઓમાંથી પાણી આપવાની વિનંતી કરી છે. સાથે જ ખેડૂતોને 8ને બદલે 12 કલાક વીજળી આપવાની વાત કહી છે. જેથી તેઓ પોતાના પાકને બચાવી શકે.

વાયુ વાવાઝોડાની અસર બાદ માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં જ થોડો સારો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વરસાદ માટે તરસી રહ્યા છે. ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, પરંતુ મેઘો વરસવાનું નામ નથી લઈ રહ્યો.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.