અમદાવાદમાં મેટ્રો અને BRTS માટે આટલા હજાર વૃક્ષો કપાઇ ચૂક્યા છે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે 5840 અને બીઆરટીએસ પ્રોજેકટ માટે 700 વૃક્ષોનુ નિકંદન કરાયુ છે.મેટ્રો પ્રોજેટ માટે કાપવામા આવેલા વૃક્ષોના નિકંદન મામલે સત્તાવાળાઓ તરફથી એવો દાવો કરાયો છે કે,બે વર્ષ અગાઉ ગ્યાસપુર ખાતે આવેલા મેટ્રો યાર્ડ માં વીસહજાર જેટલા વિવિધ જાતિના રોપા રોપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં રૂપિયા તેર હજાર કરોડના ખર્ચે મેટ્રો ફેઝ એકની કામગીરી ચાલી રહી છે.જેની સમય મર્યાદાને રાજય સરકારે વધુ બે વર્ષ માટે લંબાવી છે. અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી શરૂ કરાઈ એ સમયથી અત્યારસુધીના વર્ષોમાં સૌથી વધુ વૃક્ષો વર્ષ-2015-16ના વર્ષમાં 2200 વૃક્ષો કપાયા હતા. મેટ્રો સત્તાવાળાઓનો એવો દાવો છે કે,મેટ્રોના રૂટ માટે જેટલા પણ વૃક્ષો કપાય છે એ સામે મેટ્રો એક વૃક્ષ દીઠ રૂપિયા 2500 અમપાને ચુકવે છે.જેથી અમપા નવા દસ રોપા રોપી શકે.આ તરફ અમપાના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલનુ કહેવુ છે,ગ્યાસપુર ખાતે આવેલા મેટ્રોના યાર્ડમાં બે વર્ષ અગાઉ વીસ હજાર રોપા રોપવામાં આવ્યા હતા.જે પૈકી 80 ટકા રોપાનો સારો ઉછેર થવા પામ્યો છે.

અમદાવાદ શહેરમાં વર્ષ-2017ના ઓકટોબર માસમાં નવજીવન પ્રેસ પાસે મેટ્રો પ્રોજેકટ માટે 900 જેટલા વૃક્ષોનુ નિકંદન કરાયુ હતુ.અમપાના બીઆરટીએસ પ્રોજેકટ માટે છેલ્લા નવ વર્ષમાં કુલ મળીને 700 જેટલા વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યુ છે.જોકે, કે કયા વર્ષમાં કેટલા વૃક્ષો કાપવા પડયા એની વિગતો આપવાનુ જનમાર્ગ સત્તાવાળાઓ દ્વારા ટાળવામાં આવ્યુ છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.