આ રીતે ગુજરાત આદિવાસી નક્કી કરશે કેન્દ્રમાં કોની સરકાર બનશે

SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares

2019ની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો મરણીય થઈ ચૂંટણી લડી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમીત શાહ માટે ગુજરાત હોમ પીચ હોવાની સાથે સેફ પીચ પણ છે આમ છતા કેન્દ્રમાં કયાં પક્ષની સરકાર બનશે તે નક્કી કરવા માટે અથવા દેશના મતદારોનું મન સમજવા માટે ગુજરાતના પરિણામો નિર્ણાયક સાબીત થવાના છે. હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે, જેમાં આદિવાસી વિસ્તારની ૪ + ૧ = ૫  ભાજપ માટે આ તમામ બેઠકો જાળવી રાખવી લઘભગ અશક્ય છે જ્યારે કોંગ્રેસ માટે વકરો એટલો નફો જેવી સ્થિતિ છે, પરંતુ જો કોંગ્રેસ પોતાની અપેક્ષા કરતા વધુ બેઠકો ગુજરાતમાંથી મેળવે તો ગુજરાતનું પરિણામ માપદંડ બની જશે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને યથાવત રાખવી કે નહીં તેનો નિર્ણય ગુજરાત કરશે.

હાલની સ્થિતિ પ્રવાહી છે, દેશમાં કયાં પક્ષને કેટલી બેઠકો મળશે તે અંગે વિવિધ પ્રકારના સર્વે થઈ રહ્યા છે તેમજ રાજકીય પંડિતો પોતાના અનુમાનો લગાવી રહ્યા છે. આ જ પ્રકારે નરેન્દ્ર મોદી અને અમીત શાહ ગુજરાતી હોવાને કારણે ગુજરાતમાં શુ થઈ રહ્યુ છે તે અંગે પણ દેશની ઉત્સુકતા છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી ગુજરાતનું સુકાન પહેલા આનંદીબહેન પટેલને અને ત્યાર બાદ વિજય રૂપાણીને  સોંપવામાં આવ્યુ છે. સ્વભાવીક રીતે નરેન્દ્ર મોદી જેવુ શાસન કરવુ ભાજપના કોઈ પણ નેતાની હેસીયત બહારની બાબત છે જેના કારણે ક્રમશ ગુજરાતમાં ભાજપનો ગ્રાફ નીચે ગયો છે, જેની પહેલી અસર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થઈ હતી હવે તેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ થતા ગુજરાત ભાજપની નેતાગીરી રોકી શકે તેમ નથી.

જ્યારે ગુજરાત કોંગ્રેસ સંગઠનની દૃષ્ટિએ અત્યંત પાંગળી છે. ખાસ કરી શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પાસે બુથ ઉપર કાર્યકર મુકવા માટે પણ શોધવા જવું પડે તેવી સ્થિતિ છે, જેની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારનમાં કોંગ્રેસ અસર દેખાય તેવુ કાઠું કાઢ્યું છે. ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો પણ અનેક  છે જેમાં ખાસ કરી ખેડૂતોના પ્રશ્ન ભાજપને નડી જાય તેના કારણે કોંગ્રેસ તેનો ફાયદો લેશે. બીજી તરફ કોંગ્રેસના આયાતી માલ લેવાની ભાજપની નીતિનો જાહેરમાં કોઈ ભાજપી વિરોધ કરતા નથી પણ અંદરથી આ પધ્ધતિ સામે ખાસ્સી નારાજગી છે. આ સ્થિતિમાં ભાજપ પોતાની વધુ બેઠકો ઘટે નહીં તેવા પ્રયાસમાં છે. હાલની સ્થિતિ પ્રમાણે  કોંગ્રેસ ભાજપ પાસેથી ત્રણ બેઠકો ચોક્કસ રીતે છીનવી શકે તેવી સંભાવના છે. જો કે કોંગ્રેસ ગુજરાતમાં ત્રણ બેઠકો જીતી શકે તો અન્ય રાજ્યોમાં ભાજપની વધુ બેઠકો ઘટે.

એક ગણિત પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ જો ત્રણ બેઠકો જીતે તો દેશના મતદારોનો મત કઈક અંશે ભાજપ વિરુદ્ધ થયો છે તેવુ માની શકાય. ગુજરાતમાં જો કોંગ્રેસને ત્રણ બેઠકો મળે તો દેશના અન્ય રાજ્યોમાં પણ  કોંગ્રેસ લધુત્તમ ત્રણ બેઠકો તો મળે તેવુ ગણિત માંડીએ તો સંસદમાં કોંગ્રેસ 100નો આંકડો પાર કરે અને કોંગ્રેસને જે 100 બેઠકો મળે તે તમામ બેઠકો ભાજપના ખાતામાંથી જ ઓછી થાય આમ ભાજપ સંસદમાં 180 બેઠકની આસપાસ જઈ શકે છે. આ સ્થિતિમાં પણ NDAની સરકાર તો બને પણ વડાપ્રધાન કોણ હશે તે અંગે NDAમાં ફેર વિચારણા થાય, હાલમાં ભાજપનો હાથ ઉપર હોવાને કારણે NDAના સાથી પક્ષો બહુ ચંચુપાત કરતા નથી પણ જ ભાજપની બેઠકો ઘટે તો NDAના સાથી પક્ષોનો અવાજ સાંભળવો અનિવાર્ય બને.

જો ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ બેઠકો કરતા વધુ બેઠકો મળે અને છનો આંકડો પાર કરે તો કેન્દ્રમાં ભાજપની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે તેવુ રાજકીય ગણિત માંડી શકાય, કારણ 2014ની સરખામણીમાં 2019માં ભાજપની સ્થિતિ સમગ્ર દેશમાં ખરાબ થઈ રહી છે જેના કારણે નરેન્દ્ર મોદી સહિત સમગ્ર ભાજપ પોતાનું નુકશાન ઘટાડી સરકાર જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.


SHARE WITH LOVE
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares

Leave a Reply

Your email address will not be published.