ગુજરાતમાં વાઘ ક્યાંથી આવ્યો, શું કહ્યું વનમંત્રી ગણપત વસાવાએ જાણો

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

ગુજરાતમાં વાઘ હોવાના ચિન્હો છેલ્લે ડાંગમાં દેખાયા હતા અને ત્યારબાદ છેલ્લા ચારેક મહિનાથી વન વિસ્તારમાં વાઘ દેખાયો હોવાના સમાચાર મીડિયામાં પણ પ્રસિદ્ધ થયા હતા. મહીસાગર જિલ્લામાં લુણાવાળા રેન્જની અંદર એક શિક્ષક નોકરી સમયે જતા હતા. તે દરમિયાન તેમણે વાઘ દેખાયો હોવાનો મને ફોન આવતા, મેં મારા વન વિભાગના તાત્કાલિક સુચનાઓ આપી હતી, જેના કારણે ફોરેસ્ટ વિભાગે નાઈટ વિઝન કેમેરાઓ લગાડીને વાઘને શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા, જેના કારણે કેમેરામાં લગભગ 7થી 8 વર્ષનો વાઘ મહિસાગર જિલ્લામાં જોવા મળ્યો છે. ગુજરાતની આજુબાજુમાં જે રાજ્યો છે તેમાં રાજસ્થાનમાં પણ વાઘ છે. મધ્યપ્રદેશમાં પણ વાઘ છે અને મહારાષ્ટ્રમાં પણ વાઘ છે ત્યારે આ વાઘ સરહદી વિસ્તારમાંથી આવ્યો હોય તેવું લાગે છે.

મધ્યપ્રદેશ વન વિભાગ સાથે સંપર્ક સાધતા ઉજ્જૈન પાસે જે વાઘની નિવાસ સ્થાન છે, ત્યાંથી એક વાઘ મિસ થવાના મેસેજ મળ્યા છે. એટલે એવું બની શકે છે આ વાઘ મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી કે મહારાષ્ટ્રથી હોઈ શકે છે. એટલા માટે ગુજરાત સરકારનો વન વિભાગ આ રાજ્યો સાથે સંપર્ક કરશે અને ખાસ કરીને વાઘ માટે કામ કરતી સંસ્થા જેવી કે, નેશનલ વાઘ ઓથોરિટીને પણ અમે જાણ કરીશું. કારણ કે, તેમની પાસે આંખ દેશના વાઘના ડેટા હોય છે. એટલે આ વાઘ ક્યાંનો છે તે જાણવા મળશે.

ગુજરાતમાં માટે વાઘ એક નવો વિષય છે. એટલે સૌથી પહેલા સ્થાનિક લોકોને સાવચેતીના પગલે જાગૃત કરીશું અને વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ અમે સર્વે કરાવી લઈશું કે, કેટલા સમયથી આ વાઘ આ વિસ્તારમાં ફરી રહ્યો છે, તેને અનુકુળ વાતાવરણ છે કે નહીં, તેનો ખોરાક શું છે. ગુજરાતના મહીસાગર જિલ્લામાં વાઘ છે એ વાત સાથે ગુજરાત સરકાર પણ સહમત થઈ છે.


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

Leave a Reply

Your email address will not be published.