તંત્રની એક ભૂલના કારણે સાપુતારાના ગીરમાળ ધોધ જતા પ્રવાસીઓ અટવાઈ રહ્યા છે?

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

ગુજરાતનું પ્રવાસન સ્થળ સાપુતારામાં ચોમાસામાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે. જેના કારણે ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પ્રવાસન સ્થળની મૂલાકાત લેતા હોય છે. ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા સાપુતારાનો વિકાસ કરવામાં આવતા સાપુતારાનો સમાવેશ હવે પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાં થયો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ધોધ આવેલા છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારામાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે.

ત્યારે હવે પ્રવાસન નિગમ દ્વારા ડાંગના રસ્તા પર પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે દિશા સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા છે. પરંતુ આ દિશા સૂચક બોર્ડના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. એક રીપોર્ટ અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારાના રસ્તા પર આવેલા રંભાસ જામલાપાડા ગામની સીમમાં સ્ટેટ હાઈવે પર પ્રવાસન નિગમ દ્વારા ગીરમાળ ધોધ જવા માટેનું દિશા સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું છે પરંતુ આ બોર્ડ ખોટી જગ્યા પર લગાડવામાં આવ્યું છે.

આ બોર્ડને સુબિર અથતો આહવા રોડ પર મુક્યું હોત તો તેનાથી પ્રવાસીઓને સાચી માહિતી મળત. પરંતુ પ્રવાસન વિભાગ દ્વારા ખોટી જગ્યા પર બોર્ડ લગાડવામાં આવ્યા છે. જેના કારણે પ્રવાસીઓને અડધા રસ્તેથી પરત ફરવાનો વારો આવે છે. તંત્રની આવી બેદરકારી ભરી કામગીરીના કારણે સાપુતારા ફરવા જતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.