કેવડીયામાં મોદીના કાર્યક્રમને લાગ્યું ગ્રહણ, આદિવાસી સંગઠનોએ આપી ચેતવણી

SHARE WITH LOVE
 • 179
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  179
  Shares

આગામી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થશે.પીએમ મોદીની ખાસ ઉપસ્થિતિમાં કેવડીયામાં 31મી ઓક્ટોબર 2019ના રોજ કરોડો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે.

છેલ્લા 3 મહિનાથી અધિકારીઓ આ કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા છે. ગત 31મી ઓક્ટોબર 2018ના રોજ જ્યારે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું ત્યારે પણ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થાનિક આદિવાસીઓએ કાર્યક્રમનો વિવિધ રીતે વિરોધ કર્યો હતો.

આગામી 31મી ઓક્ટોબર 2019ના કાર્યક્રમનો પણ વિરોધ ન થાય એ માટે લગભગ 8000 જેટલા પોલિસ અને સુરક્ષા જવાનો કેવડિયા વિસ્તારમાં તૈનાત કરાયા છે.

પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણતાના આરે છે અને કાર્યક્રમને ગણતરીનો સમય જ બાકી છે ત્યારે વિવિધ આદિવાસી સંગઠનોએ મોદીના કાર્યક્રમના વિરોધની ચેતવણી આપતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. 31ઓક્ટોબરે કેવડિયા વિસ્તાર બંધનું એલાન આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે.

આદિવાસી આગેવાન એ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનીટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે 31 ઓકટોબરના રોજ કેવડિયા વિસ્તાર બંધનું એલાન આપ્યું.

31 ઓકટોબરના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ”ની સામે આદિવાસી સમાજે “રાષ્ટ્રીય આફત દિવસ”ની ઘોષણા કરી છે.

ગુજરાતની પુર્વ પટ્ટી ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમા 31 ઓકટોબરે વિવિધ સંગઠનો, સમાજના આગેવાનોના નેતૃત્વમા વિરોધ પ્રદર્શન થશે.

આદિવાસીઓના બંધારણીય અધિકારો નષ્ટ કરીને જો કેવડિયા વિસ્તારને બીજુ કશ્મીર બનાવાની કોશિશ કરાશે તો આદિવાસી વિસ્તારમા ભાજપના ઝંડાને કાયમી તિલાંજલિ આદિવાસી સમાજ આપશે.? BJP કેવડિયાને કાશ્મીર સમજવાની ભૂલ ના કરે, જરુર પડશે તો દેશના 12.5 કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તારને બચાવવા રસ્તાઓ પર આવશે. તેવી વાતો લોકોમાં ફરતી થયેલ છે.

Source:


SHARE WITH LOVE
 • 179
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  179
  Shares

Leave a Reply

Your email address will not be published.