ભરૂચ શહેર અને જીલ્લામાં સાર્વત્રિક વરસાદવરસ્યો.

SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares

ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં પણ ભરૂચ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગત રાત્રીના સમયે મેઘરાજાની જમાવટ જોવા મળી હતી. તો આજે બપોરે પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદી ઝાપટામાં પંખીઓ વાતાવરણમાં ઠંડક થતા ખુશ થઈ મુક્તમને આકાશમાં વિહરતા જોવા મળ્યા હતા. તો નગરજનોએ ગરમીથી રાહત મેળવી વરસાદના પુન: આગમનને વધાવ્યો હતો.

myadivasi

ભરૂચ જીલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં ૧ ઇંચ, અંકલેશ્વરમાં ૨૦ મી.મી. , ભરૂચમાં ૧૬ મી.મી. , હાંસોટમાં ૧૦ મી.મી. , જંબુસરમાં ૧ ઇંચ , નેત્રંગમાં ૧ ઇંચ, વાગરામાં ૧ ઇંચ વાલિયામાં દોઢ ઇંચ અને ઝઘડિયામાં ૧૪ મી.મી.વરસાદ નોધાયો હતો.


SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares

Leave a Reply

Your email address will not be published.