અદાણી, ટાટા, ટોરેન્ટ વીજમથકોનું સલ્ફરનું પ્રદૂષણ ઉપગ્રહમાં અમેરિકાએ પકડી પાડ્યું

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છના મુંદરામાં કોલસા દ્વારા ફેલાતુ ધાતકી સલ્ફરનું પ્રદુષણ લાખો લોકોના આરોગ્ય સામે ખતરો બની ગયું છે. ગુજરાતની અદાણી, ટાટા, ટોરેન્ટ, જીઈબી જેવી મોટી વીજ કંપનીઓ પોતાનું ઉત્પાદન ખર્ચ બચાવવા માટે ખતરનાકર પ્રદુષણ ફેલાવી રહ્યાં હોવાનો અહેવાલ અમેરિકાની વિજ્ઞાન સંસ્થા નાસા દ્વારા જાહેર કરાતાં કંપનીઓની પોલ ખૂલી છે.

આ સ્થળોએ 2005માં સલ્ફરનું પ્રમાણ શોધવા ઉપગ્રહ દ્વારા સરવે કરાયો ત્યારે ગુજરાતમાં બહું ઓછા સ્થળે પ્રદુષણ હતું પણ તેમાં 2019માં ખતરનાક હદે વધી ગયું છે. જે ગુજરાતની સરકારની બેદરકારી બતાવી રહી હોવાનું સ્વૈચ્છીક સંસ્થાઓ જણાવી રહી છે. ગુજરાતના પાંચ સ્થળો પર આવેલા કોલસા આધારીત વીજ મથકો શ્વાસ અને બીજા રોગોના હજારો લોકોના મોત માટે જવાબદાર છે.

કચ્છ પર સૌથી વધુ ખતરો

કચ્છના મુંદરા આસપાસ એક લાખ લોકો ખતરનાક સલ્ફર ડાયોક્સાઈડની વિઘાતક અસર હેઠળ જીવી રહ્યાં છે. દુનિયાની સૌથી મોટી ઉપગ્રહની ચેઈન ધરાવતી અમેરીકાની નાસા સંસ્થા દ્વારા ઉપગ્રહની મદદથી શોધી કાઢવામાં આવ્યું છે કે દુનિયામાં સલ્ફરનું સૌથી પ્રદુષણ ભારતમાં થાય છે. જેમાં કચ્છ એક છે. કચ્છમાં અદાણી અને ટાટા જૂથના વીજ મથકો કોલસો વાપરીને સલ્ફરનું ભયાનક પ્રદુષણ કરી રહ્યાં હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. તેમ અદાણી સામે લડત ચલાવી રહેલા નારણ પી. ગઢવીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મુંદરામાં બાળકોની ચામડી અને શ્વાસ પર અસર થઈ રહી છે.

અગાઉ પણ ઉપગ્રહે શોધી કાઢ્યું

વિશ્વની જાણીતી સંસ્થાઓ દ્વારા આ રીતનો બીજો સરવે કરાયો છે. અગાઉ ડચ કોપરનિક્સ સેન્તીનલ કે જે ફ્રેંચ સરકાર દ્વારા સેલેટાઈટથી નાઈટ્રોઝનનો સરવે કર્યો હતો તેમાં મુંદરામાં આ રીતે જ સલ્ફર હદ બહાર ફેલાતું હોવાનું બહાર આવ્યું હતું. નાસા (નેશનલ એરોનેટીકસ એન્ડ સ્પેશ એડમીનીસ્ટ્રેશન, વોશીંગટન)  દ્વારા ઉપગ્રહની તસવીરોનું પૃથ્થકરણ કરીને આ સરવે કરાયો છે. જેમાં અમદાવાદ શહેર પણ આવી જાય છે. સુરતમાં હજીરાના લીગ્નાઈટ વીજ મથકના કારણે આ રીતની સમસ્યા છે. અમદાવાદની ટોરેન્ટ અને ગાંધીનગરની ટોરેન્ટ કંપનાની વીજ મથકો પણ સલ્ફર ફેલાવીને ગુજરાતના લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યાં છે. ખેડા પણ આ પ્રદુષણના ભરડામાં છે. જેમાં ગુજરાત સરકાર પણ ભાગીદાર બની રહી છે.

હોટ સ્પોટ

કચ્છમાં 228 KT છે. કચ્છ લીગ્નાઈટ પાવર ટર્મીનલ જવાબદાર છે. જેમાં ખેડા, સુરત-હજીરા, અમદાવાદ, ગાંધીનગર અને મુંદરાનો હોટ સ્પોટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ શું કહે છે

ગાંધીનગરની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીને જ્યારે  પૂછવામાં આવ્યું ત્યારે કચ્છની ભૂજ કચેરીનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. કચ્છમાં ફોન કરવામાં આવતાં કચેરીના કે. બી. ચૌધરીએ કહ્યું હતું કે, હું અત્યારે કોઈક સ્થળની મુલાકાતે છું તેથી આવતીકાલે મુંદરાની વિગતો આપી શકું. મારી પાસે નાસાના અહેવાલ નથી.

ભૂજના પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીના જવાબદાર અધિકારી ડો. એસ. એન. અગ્રવાતનો ફોન નંબર ગાંધીનગરથી આપવામાં આવ્યો ત્યારે તેમની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હું બહાર છું તેથી તમને કોઈ જવાબ નહીં આપી શકું. આમ કહીને તેમણે ફોન કાપી કાઢ્યો હતો.

બેક ફિલ્ટર વાપરતા નથી

જે વીજ મથકમાં કોલસો વાપરવામાં આવે છે ત્યાં સલ્ફર નિકળે છે. પણ તેના ધુમાડાને ફિલ્ટર કરવા બેક ફિલ્ટર અને ચિમની ઓછો કરવામાં આવે છે. પણ મોટાભાગની આ કંપનીઓ સલ્ફરને ઓછું કરવાની ખર્ચાળ પદ્ધતિનો અમલ કરતાં નથી.

બંદર પર કોલસો જવાબદાર

મુંદરા બંદર પર અદાણી અલ્ટ્રામેગા વીજ મથકમાં ઈન્ડોનેશિયાથી કોલસો આયાત કરીને મંગાવવામાં આવે છે જેના કારણે બંદર પર કોલસાની રજકણો ફેલાય છે અને સલ્ફરનો ભોગ બને છે.

કેમ થાય છે પ્રદુષણ

સલ્ફર ડાયોક્સાઈડને એક ઝેરી ગેસ ગણવામાં આવે છે. જે-તે કોલસો બાળવામાં આવે છે તેમાંથી સલ્ફર ડાયોક્સાઈડ ઊત્પન્ન થાય છે. કોલસો સૌથી વઘારે પ્રમાણમાં જો વાપરાશ કરવામાં આવતો હોય તો પાવર સ્ટેશનમાં હોય છે. નબળી ક્વોલિટીનો કોલસો જો વાપરવામાં આવે કે પ્રદૂષણ ધટાડવા માટે જે તે સાધન સામગ્રી જેવી કે બેક ફિલ્ટર અને ચિમની વાપરવામાં ન આવે તો સલ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે, એવું પર્યાવરણવિદ્ મહેશ પંડ્યાનું કહેવું છે.

કયા રોગ થાય છે

સલ્ફર ડાયોક્સાઈડ જો વઘુ માત્રામાં હોય તો ચામડીના રોગ, આંખોના રોગ, અસ્થમા, જેવા ઘણા મોટા રોગને નોતરું આપે છે.

બચાવની કામગીરી

જો મોટા પાયાની કંપની કે નાના પાયાની કંપની તે ચોક્કસ રીતે કામ કરે તો ઘણું પ્રદૂષણ ઘટાડવામાં કે લોકોની જીવનશૈલીમાં ઘણો ફેરફાર કરી શકે છે.

વૃક્ષ જ જીવન બચાવી શકે

મહેશ પંડ્યા કહે છે કે, સલ્ફર ડાયોક્સાઈડનાં વધી રહેલા પ્રમાણને રોકવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. કેમ કે, વૃક્ષોને કારણે પર્યાવરણને હાનિ પહોંચાડતા તત્વોનો નાશ થાય છે. ટૂંકમાં આ બઘાનું સોલ્યુશન તો એક જ છે વૃક્ષો વાવો અને જીવન બચાવો.


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

Leave a Reply

Your email address will not be published.