વલસાડ: ભાજપનાં ડો.કે.સી.પટેલે આદિવાસીઓનો રોષ જોઈને ભાગવાની ફરજ પડી

SHARE WITH LOVE
 • 730
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  730
  Shares

વાંસદાનાં પીપલખેડમાં ડો.આંબેડકર જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે કે.સી. પટેલ પહોંચી જતા આદિવાસીઓએ વિરોધ કર્યો

વાંસદા તાલુકા આદિવાસી સંગઠનો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મ જયંતિની ઉજવણીમાં પીપલખેડ ગામે પૂર્ણાહુતિ પ્રસંગે વલસાડ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર ડો.કે.સી.પટેલ અચાનક આવી જતાં ઉપસ્થિત આદિવાસીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. અને ઉગ્ર વિરોધ કરવામાં આવતા બીન બુલાયે મહેમાનની જેમ આવી ગયેલા ભાજપનાં ઉમેદવારે ભાગવાની ફરજ પડી હતી.

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વાંસદા કુકણા સમાજ ભવન પાસે આદિવાસી સમાજનાં આગેવાનોએ પ્રકૃતિ પૂજા કરીને રેલી કાઢી હતી. આ રેલી રાજા વાસીયા ભીલ સર્કલ હનુમાનબારી પાસે રોકીને પૂજા કરી નાનીભમતી, ખડકાળા સહિતનાં ગામો થઈ પીપલખેડ ગામે પૂર્ણ થઈ સભામાં ફેરવાઈ હતી.

આ સભામાં આદિવાસીઓ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વલસાડ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર ડો.કે.સી.પટેલ આવી પહોંચતા ઉપસ્થિત આદિવાસી સમાજનાં સંગઠનો અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. બીન બુલાયે મહેમાનની જેમ આવેલા ડો.  કે.સી.પટેલે આદિવાસીઓનો રોષ જોઈ સભા સ્થળ છોડી જવાની ફરજ પડી હતી.


SHARE WITH LOVE
 • 730
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  730
  Shares

Leave a Reply

Your email address will not be published.