વલસાડ: બેઠક પર કોંગ્રેસને આદિવાસી સંગઠનોનો ઘણો મોટો ફાયદો થશે. જાણો કેમ

SHARE WITH LOVE
 • 454
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  454
  Shares

વલસાડ બેઠક પર કોંગ્રેસને આદિવાસી સંગઠનોનો ઘણો મોટો ફાયદો થશે. ભાજપનો ગઢ ગણાતા વલસાડ લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસ વધુ મજબૂત સ્થિતિમાં.

૨૬ વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને કોંગ્રેસ નહીં પરંતુ આદિવાસી આંદોલનનો જીતાડશે એવું અમે નથી કહેતા અહીની  આદિવાસી આંદોલન અને ચળવળો અને ભાજપાની ગુજરાત સરકારની આદિવાસી વિરુદ્ધિ વૃતિ બતાવી રહી છે.

ભાજપના ઉમેદવારો ને સ્થાનિક આદિવાસીઓ દ્વારા જબરજસ્ત વિરોધ વેઠવો પડી રહ્યો છે જેનું કારણ આદિવાસી આગેવાનો નેતાઓ જે શાસક પક્ષના છે તે લોકોએ અત્યાર સુધી આદિવાસી સમાજ માટે જરૂરી પગલા લીધા નથી જેને લઇને સ્થાનિક આદિવાસી લોકોમાં તેમના માટે ઘણો જ ગુસ્સો છે.

વલસાડ બેઠકના કોંગ્રેસે ઉમેદવારે કરોડો નો ખર્ચો કર્યો છે અને સામે ભાજપા સંગઠનના નેતાઓને નિષ્ક્રિયતા ને કારણે ભાજપના કાર્યકરો સક્રિય થયા નથી પરિણામે કોંગી ઉમેદવાર આગલી ચૂંટણી માં વધુ મતોથી જીતશે અને ભાજપાને મોટો ફટકો પડવાની શક્યતા સર્જાઇ રહી છે.

શાસક પક્ષ પોતાની હાર ભાળી જતા મોટા મોટા પ્રોગ્રામો ભાજપા દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે અને પોતાની હાલની સ્થિતિ અને જીતવા માટે વલખા મારી રહ્યા છે પરંતુ આ વખતે આદિવાસી સમાજ નિર્ણય કરી લીધો છે, જે આદિવાસી ઉપર જે લોકો દમન અને અન્યાય કરી રહ્યા છે તે લોકોને સબક શીખવાડીને જ રહીશું

જય આદિવાસી જય જોહર


SHARE WITH LOVE
 • 454
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  454
  Shares

Leave a Reply

Your email address will not be published.