વલસાડ : કે સી પટેલ આદિવાસી ?કે કેહવાના આદિવાસી?

SHARE WITH LOVE
  • 37
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    37
    Shares

૨૦૧૪ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા કે સી પટેલ ને મોદી લહેરનો લાભ મળ્યો અને ૨૦૧૪  માં લોકસભા માં આદિવાસી સમજે સમાજ ના હિત માટે તેમને જીતાડ્યા હતા. પરંતુ આદિવાસી સમાજ ને વલસાડ ના સાંસદ દ્વારા શું મળ્યું?

વલસાડના લોકોની વાત માનીએ તો પાછલા પાંચ વર્ષમાં કેસી પટેલને લોકો સાથે ભળતા જોવામાં આવ્યા નથી. લોકો કહે છે કે સાંસદ સામાન્ય લોકોને મળવા કરતા પ્રોગ્રામ અને દિલ્હી કે ગાંધીનગર આવવા-જવામાં જ વધુ રચ્યા-પચ્યા રહેતા હતા.

લોકસભામાં કે સી  પટેલે પાંચ વર્ષમાં એક પણ સવાલ નથી કરવા સાથે એક પણ વિકાસના કામો પાંચ વર્ષમાં લાવ્યા નથી મહિલા સશક્તિકરણની વાતો કરતા સાંસદ કે.સી પટેલ પોતે જ હની ટ્રેપ માં ફસાઈ મહિલાઓ પ્રત્યેની માનસિકતા છતી કરી છે.

પહેલા નજર કરીએ આદિવાસી સમાજે કે સી પટેલ ને  કેટલી વખત જીતાડ્યા છે અને કેટલો સાથ આપ્યો છે. જે ની વિગતો નીચે મુજબ છે

કે સી પટેલ ને ૨૦૧૪ માં આદિવાસી સમાજે વલસાડ લોક સભામાં જીતાડયા

સમાજ દ્વારા કે સી પટેલ ને મદદ કર્યા પછી પણ સમાજ ના હિતમાં  એમનાથી થી સમાજ ના હિત માં કોય કામ થયા નથી એવું દેખીતું છે.

હવે પાછું ૨૦૧૯ નું લોકસભાનું એલેક્તિઓન આવ્યું છે ત્યારે પ્રભુ વસાવા પોતાના આદિવાસી સમાજ પાસે અને પોતાના મત વિસ્તાર ના લોકો પાસે પાછા મતો ની રાજનીતિ કરવા નીકળ્યા છે.

૯,૧૬,૦૦૦ આદિવાસી મત વલસાડ લોકસભા મત વિસ્તાર માં છે, આ આદિવાસી મતો પાર્ટીઓં અને કથિત આદિવાસી નેતા ઓં માટે સરળ શિકાર છે, આદિવાસી સમાજ ના લોકોને છેતરવા ઘણા સેહલા છે, તેવું અત્યાર સુધી તેઓ માનતા આવે છે.

આ લોકોને આપણે સમાજ ના હિત માટે  ઓળખવા જ રહ્યા, શું કર્યું છે? અત્યાર સુધી આમને આપણા આદિવાસી સમાજ ના હિતમાં? સમાજ ની જરૂરિયાત કે સમાજ ની તકલીફો માટે… તેમને સમાજ માટે કશું કર્યું છે ખરું…….?

ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમેરગામ  જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજ ની સ્થિતિ શું છે? અત્યાર સુધી સમાજે એમના પર રાખેલા વિશ્વાસ નો આવા લોકો દ્વારા વિશ્વાસ ઘાતજ કરવામાં આવ્યો છે.

પાર્ટી ઓં ને તો પાડેલા પોપટ જોવતા હોય છે જે પોતાના સુપ્રિમોના કેહવા પ્રમાણે ચાલ્યા કરે. અને આવા સમાજના નેતાઓ ને જાકારો આપવો પડશે.સમાજ ના લોકોએ તોજ સમાજ માં પરિવર્તન અને સમાજ નું ઉત્થાન થસે.

આદિવાસી સમાજ ના ટુકડા કરી વલસાડ મત વિસ્તાર માં રાજનીતિ ના રોટલાજ સેકવામાં આવ્યા છે.

આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા ઓં પર આજ સુધી કસું બોલીસક્યા નથી સમાજ તેમને સ્વીકારશે નય

ગેર આદિવાસી ને અપાયેલા આદિવાસી લોકોના ખોટા પ્રમાણપત્રો

ફોરેસ્ટ એક્ટ

આદિવાસી જમીનમાં ચાલી રહેલા ખનન અને ખાણો

સરદાર સરોવર પ્રોજેક્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારત માલા પ્રોજેક્ટ

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ

આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ

આદિવાસી લોકો સાથે થતી ગેરરીતિઓ

પેસા એક્ટ

અનુસૂચિ 5 અને 6

હવે જયારે પણ આ નેતા ઓંનો ભેટો થાય ત્યારે આ સવાલો એમને જરૂર થી પુછવા, કે આદિવાસી સમાજ માટે તમે શું કર્યું છે અત્યાર શુધી?

આદિવાસી સમાજ હવે જાગી ચુક્યો છે, પાર્ટી અને એમના પાળેલા પોપટ ની ચાલોમાં નય ફસાતા આવા કથિત આદિવાસી સમાજ ના આગેવાનો અને નેતાવો રૂપી પોપટોને ઉડાવી દેશે.

જય આદિવાસી, જય જોહર


SHARE WITH LOVE
  • 37
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    37
    Shares

Leave a Reply

Your email address will not be published.