વલસાડ:ના ઐતિહાસિક પારનેરા ડુંગરને 1.50 કરોડના ખર્ચે પ્રવાસનધામ તરીકે વિકસાવાશે

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

પાવી જેતપુરના ઈંટવાડા ખાતે દોઢ વર્ષ પહેલા દેશની સૌ પ્રથમ પંડીત દીન દયાલ ઉપાધ્યાય આવાસ કોલોનીનું ઇ-લોકાર્પણ દેશના વડા પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું જેના લાભાર્થીને હજુ સુધી આવાસના રૂપિયા ન મળતા ભૂખ હડતાળ ઉપર ઉતારવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

પાવી જેતપુરના ઈંટવાડા ખાતે 2017/18ના વર્ષમાં પ્રધાનમંત્રી આવાસકોલોની મંજૂર કરવામાં આવી હતી. જેમાં ગામના જ ગરીબ ચંદ્રકાન્તભાઇનું આવાસ પણ મંજૂર થયુંં હતુંં. આવાસ બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દીધું હતું. તેને માટે ગરીબ ચંદ્રકાન્તે શેઠ શાહુકાર પાસેથી દેવું કરીને રૂપિયાની સગવડ કરીને આવાસનું કામ પૂરું કરી દીધું હતું.

આ આવાસ કોલોનીનું કામ પૂરુ કરી દીધા બાદ વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા વલસાડ ખાતે એક કાર્યક્રમમાં હાજર રહીને પાવી જેતપુરની પંડીત દીન દયાલ પ્રધાનમંત્રી આવાસ કોલોનીનું ઇ-લોકાર્પણ કર્યું હતું. ચંદ્રકાંતભાઈ તડવી મકાનમાં રહેવા તો આવી ગયા પણ આવાસના રૂપિયા ન મળતા તાલુકા પંચાયતના ધરમધક્કા ચાલુ થઈ ગયા છે. આ અંગે ચંદ્રકાંતે તલાટી સરપંચ, તાલુકા પંચાયતના અધિકારીઓને પણ રજૂઆત કરી પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. છ મહિના પહેલા જ્યારે પાવી જેતપુર તાલુકા પંચાયત કચેરીએ રાજ્યના વિકાસ કમિશનર આવ્યા હતા. પીએન આ અંગે રજૂઆત કરી હતી છતાં કોઈ પરિણામ ન આવ્યું. આ યોજનાની અંદરની વાસ્તવિકતા કાઇક જુદી જોવા મળી રહી છે. મજૂરી કરી ગુજરાન ચાલવાતા શ્રમિક યુવકોે હક્કના નાણાં લેવા માટે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. જેનાથી કંટાળીને ચંદ્રકાન્ત તડવીએ સીએમ રૂપાણીને આવાસના નાણા ન આપવાના હોય તો ભૂખ હડતાળ ઉપર બેસવાની મંજૂરી માંગતી અરજી કરી છે.

Source:


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.