વડાપ્રધાન રાહત ફંડમાં સહાયનો ધોધ: રાષ્ટ્ર્રપતિએ એક મહિનાની સેલેરી ડોનેટ કરી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રક્ષા મંત્રાલય આપશે ૫૦૦ કરોડ, રેલવેનું ૧૫૧ કરોડ આપવાનું એલાન: આઈએએસ એસોસિએશન, સીબીએસસી કર્મચારી આપી રહ્યાં છે ૨૧-૨૧ લાખ: ટાટા-અદાણી સહિતના દિગ્ગજો પણ આગળ આવ્યા

કોરોના વાયરસ વિદ્ધ ભારતની લડાઈમાં દેશવાસીઓની પોતાની ક્ષમતા અનુસાર સહયોગની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ રગં લાવી રહી છે. વડાપ્રધાનની અપીલ બાદ ઉધોગ, સ્પોટર્સ, ફિલ્મ જગતની તમામ હસ્તીઓ ઉપરાંત તમામ સંગઠનો અને સામાન્ય લોકો તરફથી પણ વડાપ્રધાન કેર્સ ફડં અથવા પ્રધાનમંત્રી રાહત કોષમાં સહયોગ કરવામાં આવી રહ્યો છે.


આર્મી, નેવી અને એરફોર્સની સાથે-સાથે રક્ષા મંત્રાલયના કર્મચારીઓએ એક દિવસની સેલેરી દેશમાં કોરોના વાયરસના પ્રકોપથી લડવામાં મદદ માટે વડાપ્રધાન મોદી દ્રારા ઘોષિત રાહત કોષમાં દાન કરવાનો નિર્ણય કર્યેા છે. આ કુલની મળીને ૫૦૦ કરોડ પિયા હશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અલગથી ઘોષણા કરી કે, તેઓ એક મહિનાનો પગાર રાહત ફંડમાં દાન કરશે.

ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ટીટ કરી જણાવ્યું કે, સેન્ટ્રલ આમ્ર્ડ પોલીસ ફોર્સિસ પીએમ કેર્સ ફંડમાં ૧૧૬ કરોડ પિયાનું યોગદાન આપશે. આના માટે સીઆરપીએફના કર્મચારીઓ પોતાની એક દિવસની સેલેરી આપશે.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે રવિવારે કહ્યું કે, કોરોના વાયરસના ખતરાથી નિપટવામાં મદદ માટે રેલવે મંત્રાલય પીએમ કેર્સ ફંડને ૧૫૧ કરોડ પિયાનું દાન કરશે. આના માટે રેલવેના તમામ કર્મચારી પોતાનો એક-એક દિવસનો પગાર આપશે. ગોયલ અને તેમના જૂનિયર મંત્રી સુરેશ અંગડી પણ એક-એક મહિનાની સેલેરી આપશે.

રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદે કોરોના સામે લડવા માટે પોતાનો એક મહિનાનો પગાર પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન કરવાની ઘોષણા કરી છે. તેમણે સંકટની આ ક્ષણે લોકોને પણ દાન કરવાની અપીલ કરી.
કોરોના વિદ્ધના જંગમાં લોકસભા અને રાયસભાના સાસદ પણ આગળ આવી રહ્યા છે. અર્જુન રામ મેઘવારે પોતાની સાંસદ નિધિમાંથી પીએમ કેર્સમાંથી એક કરોડ પિયાનું દાન કયુ છે. રાયસભા સાંસદ રાકેશ સિંહા પહેલા ૧ કરોડ આપવાનું એલાન કરી ચૂકયા છે. રાયસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્ર્રપતિ વેંકૈયા નાયડૂની સાથે-સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પહેલા જ તમામ સાંસદોને એક મહિનાનો પગાર અને સાંસદ નિધિમાંથી ઓછામાં ઓછા ૧-૧ કરોડની મદદની અપીલ કરી ચૂકયા છે. આમ સાંસદો ધીમે-ધીમે કોરના સામેના જગં માટે આગળ આગળ આવી રહ્યાં છે. સોનિયા ગાંધી, રાહત્પલ ગાંધી જેવા સાંસદ પહેલા પોતપોતાના સાંસદીય મતવિસ્તારમાં કોરોનાથી જગં માટે સાંસદ નિધિમાંથી મદદની ઘોષણા કરી ચૂકયાં છે.

આઈએએસ એસોસિએશનને પીએમ કેર્સ ફંડમાં ૨૧ લાખ પિયા આપવાની જાહેરાત કરી છે. તેણે આને શઆતી મદદ ગણાવી. આ જ રીતે સેન્ટ્રલ બોર્ડ આફ સેકેન્ડરી એયુકેશન એટલે કે, સેન્ટ્રલ બોર્ડ આફ સેકેન્ડરી એયુકેશનના કર્મચારી પણ ૨૧ લાખ પિયા આપશે. પૂર્વ સૈનિકોના એક સંગઠને પણ ૨૧ લાખ પિયા આપવાનું કહ્યું છે.

ટાટા ગ્રુપે કોરોના વિદ્ધ લડાઈ માટે ૧૫૦૦ કરો, પેટીએમ દ્રારા ૫૦૦ કરોડ, વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ, બિઝનેસમેન ગૌતમ અદાણી અને સન જિંદાલે ૧૦૦-૧૦૦ કરોડ પિયા આપવાની ઘોષણા કરી છે. રિલાયન્સ ગ્રુપ મુંબઈમાં હોસ્પિટલ બનાવી છે, યાં કોરનાના દર્દીઓનો ટેસ્ટ અને સારવાર થઈ શકે. આનદં મહિન્દ્ર વેન્ટિલેટર બનાવડાવી રહ્યાં છે. ઉદય કોટક અને કોટક મહિન્દ્રા ૬૦ કરોડ પિયા આપશે. આ ઉપરાંત ફિલ્મ જગત પણ આ બાબતે સામે આવ્યું છે. અક્ષય કુમારે ૨૫ કરોડ, બાહત્પબલી ફેમ પ્રભાસે ૫ કરોડ અને વણ ધવને ૩૦ લાખ પિયા આપવાની ઘોષણા કરી છે. બીજી તરફ વિશ્વના સૌથી ધનાઢ ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ ૫૧ કરોડ આપવાનું એલાન કયુ છે. ક્રિકેટર સુરેશ રૈનાએ ૫૨ લાખ, સચિન તેંડુલકરે ૫૦ લાખ અને પૂર્વ ક્રિકેટર તથા સાંસદ ગંભીરે ૧ કરોડની મદદની જાહેરાત કરી છે.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •