ગુજરાતમાં 13-14 ઓગસ્ટે આ જગ્યાએ ભારે વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી.

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ મહેર વરસાવી છે. કેટલીક જગ્યા પર ભારે વરસાદ તો કેટલીક જગ્યા પર હળવો વરસાદ જોવા મળ્યો છે. કેટલીક જગ્યા પર ભારે વરસાદનાં પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને કેટલીક જગ્યા પર વાહન વ્યહાર ખોવાઈ ગયો હતો, જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છમાં પણ મેઘા મહેર જોવા મળી હતી. ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓનો સંપર્ક પણ તૂટી ગયો હતો. ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્તાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના પર હજુ પણ એક વરસાદી સીસ્ટમ સક્રિય હોવાના કારણે આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, જામનગર, દ્રારકા અને કચ્છમાં ભારે પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 13 અને 14 ઓગસ્ટના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દ્વારકા, બોટાદ, અરવલ્લી, ગીર સોમનાથ, જામનગર, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, નર્મદા, મહીસાગર, સુરત, ભરૂચ, વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર દ્વારા સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમને તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત જરૂર જણાય તેવા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. 

Like Us:


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.