ગુજરાત વિધાનસભાના સત્રમાં શું થયું : સ્ટેચ્યૂ ઑફ યુનિટી બિલ નું? જાણો

SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

વિધાનસભાના શિયાળુ સત્રમાં ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી એરિયા ડૅવલપમૅન્ટ ઍન્ડ ટૂરિઝમ ગવર્નેન્સ બિલ, 2019 રજૂ કર્યું હતું જે બહુમતીથી પાસ થયું હતું, જ્યારે કૉંગ્રેસે આ મામલે વૉકઆઉટ કર્યું હતું.

જીગ્નેશ મેવાણી  અને અનંત પટેલે આ બીલ નો વિરોધ કર્યો છે.

લગભગ બધાજ આદિવાસી નેતાએ આબીલ નું સમર્થન કરેલ છે.? જે આદિવાસી સમાજ માટે દુખની વાત છે.

તો વિધાનસભાના ત્રણ દિવસીય સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભાની બહાર આ બિલ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો.

અને વાસદના ના ધારા સભ્ય અનંત પટેલે આ બીલ નો વિરોધ કર્યો છે.

આ બિલ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાના હેતુસર સત્તામંડળની સ્થાપના કરવા અંગેનું છે.

બિલ પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં પર્યટન અને વિકાસકામોનું આયોજન અને તેને મંજૂરી આપવાની સત્તા આ ઑથોરિટી પાસે હશે.

બિલની જોગવાઈઓ મુજબ આ સત્તામંડળને સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં જમીન અધિગ્રહન કરવાની, તેનો વપરાશ કરવાની તથા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા મળશે.

જોકે આ બીલ માટે સંવિધાન ની અનુ સૂચી ૫ માં દર્શાવ્યા અનુસાર રાજ્યપાલ શ્રી અને અનુસુચિત જનજાતિ સમિતિ ની મંજુરી અને સલાહ સુચન લેવાની હાલની ગુજરાત સરકારે જરૂરી યાત સમજી નથી.

આદિવાસી ધારાસભ્યો અને મત્રી નો પણ અભિપ્રાય લીધેલ છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે.

આદિવાસી, ભારત માતાના સંવિધાન અને બાબાસાહેબ ની અવગણના કરી ને હવે મોદીજી ખુશ હશે ?


SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares