સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ૬ મહિનામાં ૧૩,૭૩,પ૨૩ પ્રવાસી સ્થાનિક લોકોને શું લાભ?

SHARE WITH LOVE
 • 182
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  182
  Shares

નર્મદા: 31 ઓકટોમ્બર 18ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે આ દુનિયાની અજાયબી જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 14 લાખ પ્રવાસીઓએ આ સ્ટેટ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે.

સ્ટેટ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના થઇ ગયા છે. આ 6 મહિનામાં એટલે કે 31 એપ્રિલ સુધીમાં 13 લાખ 73 હજાર 523 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6 મહિનામાં 34 કરોડ 48 લાખ 53 હજાર 853 રૂપિયાની અધધધ આવક થઇ છે. જો માસ વાર પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો ગત 1 નવેમ્બર 18થી આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું અને નવેમ્બર-18માં 3 લાખ 78 હજાર 562 પ્રવાસીઓ આવ્યા હતા અને આવક 6 કરોડ 47 લાખ 63 હજાર 443 રૂપિયાની થઇ હતી.

ડિસેમ્બર-18માં 2 લાખ 50 હજાર 113 પ્રવાસીઓ આવ્યા હતા અને આવક 5 કરોડ 70 લાખ 41 હજાર 060 રૂપિયાની થઇ હતી. જાન્યુઆરી-19માં 2 લાખ 83 હજાર 298 પ્રવાસી આવ્યા હતા અને આવક 7 કરોડ 00 લાખ 42 હજાર 020  રૂપિયા થઇ હતી. ફેબ્રુઆરી-19માં 2 લાખ 10 હજાર 600 પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આવક 5 કરોડ 60 લાખ 87 હજાર 710  રૂપિયા થઇ હતી. માર્ચ-19માં 2 લાખ 02 હજાર 312 પ્રવાસીઓ આવ્યા અને આવક 5 કરોડ 22 લાખ 56 હજાર 580 રૂપિયા થઇ હતી. જ્યારે એપ્રિલ-19માં 4 લાખ 44 હજાર 522 પ્રવાસીઓ આવ્યા અને આવક 7 કરોડ 99 લાખ 41 હજાર 060 થઇ હતી.

હવે વેકેશનનો સમય હોવાથી રોજના 10થી 12 હજાર પ્રવાસો સ્ટેટ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે છે. આ સ્ટેટ્યૂને નિહાળી પ્રવાસીઓ આનંદની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. હાલ ઉનાળાની ઋતુ ચાલે છે અને ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે. ત્યારે સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પણ આ વખતે ગરમીએ માઝા મુકી છે. પરંતુ આ ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

જેમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અશક્ત અને ચાલીના શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ છે. ઉપરાંત જુએ ખુલ્લી જગ્યા છે ત્યાં તમામ જગ્યાએ શેડ બનવવામાં પણ આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહીં આલ્હાદ્ક વાતાવરણનો અનુભવ કરે છે. આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ગુજરાતમાં નહીં પણ કોઈ વિદેશી પર્યટક સ્થળ હોય તેવો અનુભવ કરે છે.

નર્મદા જિલ્લો આમતો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને અહીં રહેવા સરદાર સરોવર નર્મદા બંધને કારણે પણ અહીં દર વર્ષે 5 લાખ જેટલા પ્રવાસીઓ આવતા હતા. પરંતુ સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ પ્રવાસીઓમાં ખાસો વધારો થયો છે. ત્યારે હાલ તો ઉનાળાની ઋતુ છે પરંતુ આગામી ચોમાસામાં જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠશે. ત્યારે પ્રવસીઓમાં હજી પણ વધારો થશે.


SHARE WITH LOVE
 • 182
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  182
  Shares

Leave a Reply

Your email address will not be published.