અંબાજી થી ઉમરગામ ના આદિવાસી પટ્ટા માં મહેસુલી કાયદા, અને ૭૩ એએ માં શું ફેરફાર થયા?

SHARE WITH LOVE
 • 79
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  79
  Shares

અંબાજી થી ઉમરગામ ના આદિવાસી પટ્ટા માં ગણોત ધારા, એનએ અને ૭૩ એએ માં શું ફેરફાર થયા છે? આ બાબતે કોય ને માહિતી નથી. આદિવાસી વિસ્તાર ના લોક પ્રતિનિધિ એવા સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી એ આ બાબત માં રજૂઆત કે પ્રશ્ન કરેલ છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે..

આદિવાસી વિસ્તારો જ્યાં અનુસૂચી ૫ લાગુ છે એ વિસ્તારો માં આ જમીન મહેસુલ ના નવા નિયમો અને ઓનલાઈન પ્રક્રિયાથી શું અસર થશે તે વિચારવા યોગ્ય છે. આ બાબત પર યોગ્ય મંથન અહીના ના સર્વ લોકોએ કરવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવેલ લોકહિતના સુધારા અન્વયે ‘‘ મહેસુલમાં ક્રાંતિ ’’ કાર્યક્રમ યોજાયો હતો. મહેસુલી કાયદાઓનું સરળીકરણ, મહેસુલી કાયદાઓની વ્યવસ્થા આવનારા દિવસોમાં ગુજરાતે તેજ ગતિ થી આગળ વધવામાં મહત્વનો ભાગ ભજવશે હવે વ્યથા નહિ વ્યયસ્થાઓ તરફ આગળ વધવાનો સરકારનો સંકલ્પ છે.

મહેસૂલી કાયદાઓનુ સરળીકરણ અને મહેસૂલી કાયદાઓની વ્યવસ્થા એટલે વ્યથા નહિ વ્યવસ્થા તરફ આગળ વધવાનો આ સરકારનો સંકલ્પ છે. સમગ્ર વિશ્વ જયારે ગુજરાતમાં મૂડી રોકાણ કરવા આવી રહ્યુ છે ત્યારે મહેસૂલી કાયદાઓને સરળ બનાવવા એ આજના સમયની માંગ હતી.

પરંતુ, વિકાસ ની આ હરણ ફાળ માં અંબાજી થી ઉમરગામ ના આદિવાસી પટ્ટા માં રેહતા લોકો વિશે કોણ વિચાર સે? અહીના આ આદિવાસી લોકો હમેસા ભૂલાય જાય છે.

ઉલ્લેખનીય છે કે બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિમાં સુધારા કરવામાં આવ્યા છે. એનએની મંજૂરી માટે અરજીઓ અને સોંગદનામાના નમૂના પણ નક્કી કરવામાં આવ્યા છે અને હવે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન પ્રોસેસની કાર્યપધ્ધતિ મુજબ થાય છે. જમીનની વિવિધ પરવાનગી, હેતુફેર, સત્તાપ્રકારફેરની અરજીઓ જેવી કે ગણોતધારા, નવી શરતની જમીનમાં ખેતી, એનએ હેતુ માટે પ્રિમિયમ ભરવાની પરવાનગી તેમજ ઔદ્યોગિક હેતુ માટે અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી અથવા બેંકનો બોજો બાકી હોય તો આવી મંજૂરીથી મિલકતનું હસ્તાંતરણ થતું ન હતું.

ખેતીલાયક જમીન બિનખેતીમાં ફેરવવા હવે જો જમીન પર બોજો હશે તો પણ કેટલીક શરતોના આધારે બિનખેતીનો હુકમ કરવામાં આવશે. બોજો હોય તો જમીન એનએ થતી ન  હતી પરંતુ હવે સરકારે જમીન એનએ માટે સરળતા કરી આપી છે.

જો કે રાજ્ય સરકાર દ્વારા હવે બોજા અંગેનો બાધ દૂર કરવામાં આવ્યો છે. જો કોઇ કિસ્સામાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયો હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત એનએની મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકારના મહેસુલખાતા દ્વારા ઇસ્યુ થયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આ નિયમો બેન્કો અને સહકારી મંડળીઓ માટે જ છે, સરકારી લેણાં કે બાકી મહેસુલ માટે નથી.


SHARE WITH LOVE
 • 79
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  79
  Shares

Leave a Reply

Your email address will not be published.