નર્મદા: સાહેબ અમારા બાળકો ક્યાં ભણવા જશે : વાલીઓની કલેક્ટરને રજૂઆત

SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares

નર્મદા જિલ્લામાં નવા સત્રથી 166 પ્રાથમિક શાળાઓ બંધ કરી અન્ય શાળામાં મર્જ થવા જઈ રહી છે. ત્યારે આ 166 સ્કૂલોમાં ભણતા લગભગ 25 હજારથી વધુ બાળકો શાળાએ જતા બંધ થઈ જશે તેવી ભીતિ સાથે બાળકોનાં વાલીઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખાનગી શાળાઓને પહેલાં બંધ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

તાજેતરમાં સરકારે રાજ્યમાં 5350 પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો હુકમ કરી બાળકો અને શિક્ષકોને પાડોશી ગામની શાળાઓમાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે. નર્મદા જિલ્લો અતિ પછાત એસ્પિરેશનલ ડિસ્ટિક જાહેર સરકારે કર્યો છે. અહીં શિક્ષણ, કુપોષણ, આરોગ્ય અને અન્ય બાબતો પણ ઉડીને આંખે વળગે તેમ છે. છતાં આવા વંચિત જિલ્લાને છોડી શહેરોમાં નિર્ણય કરવાને બદલે રાજ્ય સરકાર નર્મદા જિલ્લાની પણ 166 શાળાઓ બંધ કરવાનો હુકમ કર્યો છે. જેમાં નાંદોદમાં 44, ગરુડેશ્વરમાં 34, તિલકવાડામાં 34, ડેડીયાપાડામાં 41, સાગબારામાં 09. આમ કુલ 166 શાળાઓ એક સાથે બંધ થવાની છે. જિલ્લામાં લગભગ 25 હજાર બાળકોને અન્ય શાળામાં જવું પડે તેવી સ્થિતિ સર્જાયી છે. ત્યારે 70 ટકા બાળકો જે નાના અને 1 થી 3 ધોરણમાં ભણે છે. તે બાળકો આ વર્ષે નહીંતો આગામી વર્ષે ભણશે કે કેમ તે સવાલો ઉપસ્થિત થયા છે. શાળાઓ મર્જ થવા મામલે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

નર્મદા જિલ્લામાં મર્જ થવા જઈ રહેલી 166 શાળાનાં બાળકોના વાલીઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પ્રવિણ પટવારી.

Source:


SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares

Leave a Reply

Your email address will not be published.