75,000 આદિવાસીઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી- પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયક’ સામે વિરોધ

SHARE WITH LOVE
 • 35
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  35
  Shares

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સરકારે પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયક નો કાયદો લાગુ કર્યો છે ત્યારે આદિવાસી સમાજ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યો છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભલે ભારતનો વિશ્વમાં ડંકો વાગતો હોય પણ સ્થાનિક આદિવાસી સમાજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે મુશ્કેલીમાં મુકાય ગયો છે. કેવડીયાના વિકાસ માટે ગુજરાત સરકારે  સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયકનો કાયદો લાગુ કર્યો છે પરંતુ આદિવાસી સમાજ આ કાયદો રદ કરવાની માંગ કરી રહયો છે. નર્મદા જીલ્લાના 70થી વધારે ગામોમાં આંદોલન વેગ પકડી રહયું છે. સોમવારના રોજ આદિવાસી સમાજે રાજપીપળામાં વિશાળ રેલી યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળના નેજા હેઠળ એક કમિટીની રચના કરવામાં આવશે અને કેવડીયાના વિકાસની જવાબદારી કમિટીના શિરે રહેશે. જો સરકાર વિધેયક પાછુ નહિ ખેંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧ ઓક્ટોબર ના રોજ, સરદાર વલ્લભભાઇ પટેલની “સ્ટેચ્યુ ઓફ  યુનિટી” ની મુલાકાતે આવાના છે. – ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અનાવરણ કરાયેલ વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે.

નજીકના ગામોમાં હજારો આદિવાસીઓ ને આ સાઇટ પ્રોજેક્ટ ના કારણે ઘણી નુકસાની થય રહી છે.

સ્થાનિક આદિજાતિ સંગઠનોએ જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટથી અસરગ્રસ્ત 75,૦૦૦ આદિવાસીઓ નર્મદા જિલ્લામાં નો વિરોધ કરશે.

આદિવાસી નેતા એ જણાવ્યું હતું કે, આખા પ્રોજેક્ટથી પ્રભાવિત ગામોમાં ઘરે ઘર કાળી ધજા ફરકવામાં આવશે. કોઈ પણ ખાદ્ય રાંધવામાં આવશે નહીં, કેમ કે તે દિવસે આપણે શોક વ્યક્ત કરીશું. આ પ્રોજેક્ટ આદિવાસી ના વિનાશ વિનાસ થી ચલાવવામાં આવી રહ્યો છે. પરંપરાગત રીતે, આદિજાતિ ગામમાં જ્યારે તેઓ મૃતકો માટે શોક કરે છે ત્યારે ખોરાક રાંધવામાં આવતો નથી.

“આદિવાસીઓ તરીકેના હકોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના મહાન પુત્ર સરદાર પટેલ સામે વિરોધ નથી નથી, અને તેમનું સન્માન જાળવવું જોઈએ. અમે આ વિકાસની વિરુદ્ધ પણ નથી, પરંતુ આ સરકારની વિકાસનો વિચાર એકતરફ અને આદિવાસીઓ ની વિરુદ્ધ છે. “


SHARE WITH LOVE
 • 35
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  35
  Shares

Leave a Reply

Your email address will not be published.