બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની કેમ ઉમેદવારો માગ કરી રહ્યા છે

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

17 નવેમ્બરના રોજ રાજ્યના અલગ અલગ સેન્ટર પર લેવામાં આવેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ઘણી જગ્યા પર ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા છે અને પરીક્ષામાં ગેરરીતિ થતી હોય તેવા આક્ષેપો સાથેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર મામલે પરીક્ષા રદ્દ કરીને ફરીથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તેવી માંગણીઓ સાથે સુરત, રાજકોટ, અરવલ્લીના ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે.

અરવલ્લીના ઉમેદવારોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ એક પરીક્ષાની વાત નથી દરેક પરીક્ષામાં કંઇક ને કંઇક કાંડ થાય છે. આગ લાગ્યા પછી જ આ લોકો દર વખતે કુવાઓ ખોદે છે, શું એ લોકો પાણી પહેલા પાળ ન બાંધી શકે. જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ચેકિંગ થાય છે, તેમ દરેક ઉમેદવારનું ચેકિંગ થવું જોઈએ. આ બિન સચિવાલયની પરીક્ષામાં કેટલાક ઉમેદવારો મોબાઈલ લઇને ગયા હતા, તંત્રની એટલી જવાબદારી નથી કે આ વ્યક્તિની પાસે મોબાઈલ છે કે નહીં. આ વસ્તુમાં કોઈને કોઈ લોકોની સંડોવણી હોય ત્યારે જ થાય બાકી આ વસ્તુ પોસીબલ નથી.

અન્ય ઉમેદવારેએ જણાવ્યું છે કે, આમાં કોઈ વ્યક્તિઓના હાથ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, કોઈ વ્યક્તિના હાથ વગર આ કૌભાંડ થાય નહીં. સચિવાલયની પરીક્ષામાં પહેલાથી કૌભાંડ થતું આવે છે. પહેલા પરીક્ષા મોડી કરવામાં આવી, ત્યારબાદ 12 પાસને ગેજ્યુએશન કરવામાં આવ્યું, ફરીથી 12 પાસ કરવામાં આવ્યું આમ કોકળું ગૂંચવાયા કર્યું છે. હવે પરીક્ષા લેવાય છે ત્યારે પણ કેટલીક જગ્યા પર પેપર ફૂટ્યા છે. તો આનો લાભ કોણ લે છે, અમારે ખાલી તૈયારીઓ જ કર્યા કરવાની.


SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

Leave a Reply

Your email address will not be published.